Dr. Michiaki Takahashi: ડૉ. મિચિયાકી તાકાહાશીની 94મી જન્મજયંતિ પર Google એ ડૂડલ દ્વારા અર્પણ કરી શ્રદ્ધાંજલિ
Today's Google Doodle ડૉ. મિચિયાકી તાકાહાશીની જીવન રક્ષક રસી, જેનો ઉપયોગ 80 થી વધુ દેશોમાં વર્ષોથી કરવામાં આવે છે. 1974ની શરૂઆતમાં ચિકનપોક્સ સામે રસી વિકસાવનાર તે પ્રથમ વ્યક્તિ હતા.
17 ફેબ્રુઆરીનું Google ડૂડલ (Doodle) જાપાની વાઈરોલોજિસ્ટ ડૉ. મિચિયાકી તાકાહાશી (Dr. Michiaki Takahashi)ની 94મી જન્મજયંતિ નિમિત્તે છે, જેમણે ચિકનપોક્સ (Chickenpox) સામે રક્ષણ આપતી પ્રથમ રસી વિકસાવી હતી. ગૂગલ ડૂડલ, જાપાની કલાકાર તાત્સુરો કિયુચીનું ચિત્ર છે, જે તાકાહાશીને કામ કરતા બતાવે છે. તેના અભ્યાસ માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો અને બાળકના હાથ પર બેન્ડ-એઇડ પહેરવાનું ડૂડલ પર દેખાય છે. ડૉ. મિચિયાકી તાકાહાશીનો જન્મ 1928માં ઓસાકા, જાપાનમાં થયો હતો. તેઓએ મેડિકલ ડિગ્રી મેળવી અને 1959માં ઓસાકા યુનિવર્સિટીમાં માઇક્રોબાયલ ડિસીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા હતા.
ગંભીર રોગ ચિકનપોક્સની રસી શોધી
તાકાહાશી દ્વારા શોધાયેલ જીવનરક્ષક રસી, જેનો ઉપયોગ 80 થી વધુ દેશોમાં વર્ષોથી કરવામાં આવે છે. 1974ની શરૂઆતમાં ચિકનપોક્સ સામે રસી વિકસાવનાર તે પ્રથમ વ્યક્તિ હતા. તાકાહાશી, તેના પુત્રની સંભાળ રાખતા હતા જેને અછબડાનો ગંભીર રોગ થયો હતો, તેમણે તેમની કુશળતાને અસરકારક રીતે આ રોગ સામે લડવા તરફ વાળવાનું નક્કી કર્યું. 1974 માં, તાકાહાશીએ ચિકનપોક્સનું કારણ બનનાર વેરીકાલા વાયરસને લક્ષ્ય બનાવતી પ્રથમ રસી વિકસાવી જે અત્યંત અસરકારક સાબિત થઈ.
રસીની મંજૂરી વર્ષ 1986માં મળી હતી
1986માં ઓસાકા યુનિવર્સિટીના માઇક્રોબાયલ ડિસીઝ રિસર્ચ ફાઉન્ડેશને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એકમાત્ર વેરીસેલા રસી તરીકે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું. આપને જણાવી દઈએ કે 80 થી વધુ દેશોએ તાકાહાશીની જીવન રક્ષક રસીનો ઉપયોગ કર્યો છે. તે વિશ્વભરના લાખો બાળકોને આપવામાં આવી છે.
વાઈરોલોજિસ્ટના પ્રયાસોએ દર વર્ષે અછબડાના લાખો કેસોને રોકવામાં મદદ કરી છે. 1994 માં, તાકાહાશીને ઓસાકા યુનિવર્સિટીમાં માઇક્રોબાયલ ડિસીઝ સ્ટડી ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેઓએ નિવૃત્તિ સુધી આ પદ સંભાળ્યું હતું. તાકાહાશીનું 2013માં ઓસાકામાં અવસાન થયું હતું.