Foodgrains Production in India: દેશમાં રેકોર્ડ 316.06 મિલિયન ટન અનાજ ઉત્પાદન, કેન્દ્ર સરકારે મુખ્ય પાકોનો જાહેર કર્યો અહેવાલ
ચોખા, ઘઉં, મકાઈ, કઠોળ અને તેલીબિયાંનું વિક્રમી ઉત્પાદન, દેશમાં આ વખતે 414.04 મિલિયન ટન શેરડીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જાણો કપાસનું અંદાજિત ઉત્પાદન શું છે ?
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે (Ministry of Agriculture) 2021-22 માટે મુખ્ય પાકોના ઉત્પાદનનો બીજો આગોતરો અંદાજ બહાર પાડ્યો છે. આગોતરા અંદાજ મુજબ દેશમાં 316.06 મિલિયન ટન અનાજ (Food Grains)નું વિક્રમી ઉત્પાદન થયું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે દેશમાં અનાજના ઉત્પાદનમાં નવો રેકોર્ડ બની રહ્યો છે, જે ખેડૂતો (Farmers) ની સખત મહેનત, વૈજ્ઞાનિકોના કાર્યક્ષમ સંશોધન અને સરકારની ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓનું પરિણામ છે.
જે વર્ષ 2020-21 દરમિયાન પ્રાપ્ત થયેલા ઉત્પાદન કરતાં 5.32 મિલિયન ટન વધુ છે. વર્ષ 2021-22 દરમિયાન ઉત્પાદન પણ છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ખાદ્યાન્ન ઉત્પાદન (2016-17 થી 2020-21) કરતાં 25.35 મિલિયન ટન વધુ છે.
વર્ષ 2021-22 દરમિયાન ચોખાનું કુલ ઉત્પાદન 127.93 મિલિયન ટન રેકોર્ડ રહેવાનો અંદાજ છે. જે છેલ્લા પાંચ વર્ષમાં 116.44 મિલિયન ટનના સરેરાશ ઉત્પાદન કરતાં 11.49 મિલિયન ટન વધુ છે. વર્ષ 2021-22 દરમિયાન ઘઉંનું કુલ ઉત્પાદન 111.32 મિલિયન ટન રેકોર્ડ રહેવાનો અંદાજ છે. જે છેલ્લા પાંચ વર્ષમાં 103.88 મિલિયન ટનના સરેરાશ ઉત્પાદન કરતાં 7.44 મિલિયન ટન વધુ છે. પૌષ્ટિક અને બરછટ અનાજનું ઉત્પાદન 49.86 મિલિયન ટન હોવાનો અંદાજ છે, જે સરેરાશ ઉત્પાદન કરતાં 3.28 મિલિયન ટન વધુ છે.
બીજા આગોતરા અંદાજમાં મુખ્ય પાકોનું અંદાજિત ઉત્પાદન નીચે મુજબ છે
ખાદ્યાન્ન- 316.06 મિલિયન ટન (રેકોર્ડ)
ચોખા – 127.93 મિલિયન ટન (રેકોર્ડ)
ઘઉં – 111.32 મિલિયન ટન (રેકોર્ડ)
પોષક/બરછટ અનાજ – 49.86 મિલિયન ટન
મકાઈ – 32.42 મિલિયન ટન (રેકોર્ડ)
કઠોળ – 26.96 મિલિયન ટન (રેકોર્ડ)
તુર – 4.00 મિલિયન ટન
ચણા – 13.12 મિલિયન ટન (રેકોર્ડ)
તેલીબિયાં -37.15 મિલિયન ટન (રેકોર્ડ)
મગફળી – 9.86 મિલિયન ટન
સોયાબીન -13.12 મિલિયન ટન
રેપસીડ અને મસ્ટર્ડ – 11.46 મિલિયન ટન (રેકોર્ડ)
શેરડી – 414.04 મિલિયન ટન (રેકોર્ડ)
કપાસ – 34.06 મિલિયન ગાંસડી (170 કિગ્રા દીઠ)
પાંચ વર્ષની સરેરાશ કરતાં વધુ ઉત્પાદન
વર્ષ 2021-22 દરમિયાન કઠોળનું કુલ ઉત્પાદન 26.96 મિલિયન ટન હોવાનો અંદાજ છે, જે છેલ્લા પાંચ વર્ષમાં 23.82 મિલિયન ટનના સરેરાશ ઉત્પાદન કરતાં 3.14 મિલિયન ટન વધુ છે.
2021-22 દરમિયાન દેશમાં કુલ તેલીબિયાંનું ઉત્પાદન 37.15 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે વર્ષ 2020-21 દરમિયાન 35.95 મિલિયન ટનની સરખામણીએ 1.20 મિલિયન ટન વધુ છે. આ ઉપરાંત, વર્ષ 2021-22 દરમિયાન તેલીબિયાંનું ઉત્પાદન સરેરાશ તેલીબિયાં ઉત્પાદન કરતાં 4.46 મિલિયન ટન વધુ છે.
શેરડીનું ઉત્પાદન પણ પાંચ વર્ષની સરેરાશ કરતાં વધુ છે
વર્ષ 2021-22 દરમિયાન દેશમાં શેરડીનું ઉત્પાદન 414.04 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે સરેરાશ 373.46 મિલિયન ટન શેરડીના ઉત્પાદન કરતાં 40.59 મિલિયન ટન વધુ છે. કપાસનું ઉત્પાદન 34.06 મિલિયન ગાંસડી (પ્રતિ 170 કિગ્રા) હોવાનો અંદાજ છે, જે સરેરાશ 32.95 મિલિયન ગાંસડીના ઉત્પાદન કરતાં 1.12 મિલિયન ગાંસડી વધારે છે.
આ પણ વાંચો: Tech News: હવે માત્ર ‘ફીડ’ ના નામથી ઓળખાશે ફેસબુકનું ન્યૂઝ ફીડ, જાણો શું છે કારણ
આ પણ વાંચો: Technology : PC અને Mac યુઝર્સ માટે આવ્યું Chrome OS નું નવું વર્ઝન, જાણો તેમાં શું છે ખાસ