શું તમે Google Pay દ્વારા ચુકવણી કરો છો? તો આ સમાચાર વાંચવા તમારા માટે જરૂરી છે

Google Pay New Rules : Google ભારતીય રિઝર્વ બેંક (RBI)ની ગાઈડલાઈન અનુસાર ચુકવણીના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે જે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરનારાઓને સ્પષ્ટપણે અસર કરશે. જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમારે આ સમાચાર ધ્યાનથી વાંચવા જોઈએ.

શું તમે Google Pay દ્વારા ચુકવણી કરો છો? તો આ સમાચાર વાંચવા તમારા માટે જરૂરી છે
પરંતુ, જ્યારે ટ્રાન્જેક્શનની વાત આવે છે, ત્યારે Google Pay પાસે એક દિવસના ટ્રાન્જેક્શન મર્યાદિત છે. આ સિવાય ગૂગલ પે એ એક લિમિટ પણ લગાવી છે કે તમે એક દિવસમાં કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Dec 01, 2021 | 10:15 PM

Online payment : જો તમે પણ Google Pay દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમારે આ સમાચાર ધ્યાનથી વાંચવા જોઈએ. Google ભારતીય રિઝર્વ બેંક (RBI)ની ગાઈડલાઈન અનુસાર ચુકવણીના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. આ નવા નિયમની અસર ગુગલની તમામ સેવાઓ જેમ કે Google Ads, YouTube, Google Play Store અને Google Pay પર લાગુ થશે.

ગુગલ 1 જાન્યુઆરી, 2022થી ગ્રાહકના કાર્ડની વિગતો જેમ કે કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટ સેવ નહીં કરે. જ્યારે અત્યાર સુધી ગૂગલ તેના યુઝર્સની કાર્ડ ડિટેલ સેવ કરતુ રહ્યું છે. અત્યાર સુધી કોઈપણ ગ્રાહક ચૂકવણી કરે તો તેણે ફક્ત તેના કાર્ડનો CVV નંબર દાખલ કરવાનો હતો. પરંતુ 1 જાન્યુઆરીથી ગ્રાહકોએ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને અન્ય માહિતીને દરેક પેમેન્ટ વખતે ભરવી પડશે. તમને જણાવી દઈએ કે RBI દ્વારા સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવાની પહેલ સાથે, કાર્ડની માહિતીને ન સાચવવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

જો તમે Visa અથવા Mastercardનો ઉપયોગ કરતા હો તો તમારે Google Pay પર કાર્ડની માહિતીને નવા ફોર્મેટમાં સાચવવા માટે તમારે ઓથોરાઈઝડ કરવું જરૂરી છે. ગ્રાહકો તેમની હાલની કાર્ડ વિગતો સાથે એક જ વાર મેન્યુઅલ ચુકવણી કરી શકશે. 31 ડિસેમ્બર, 2021 સુધી ગ્રાહકો હાલના નિયમ પ્રમાણે ચુકવણી કરી શકશે, 1 જાન્યુઆરી 2022થી ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને અન્ય માહિતીને દરેક પેમેન્ટ વખતે ભરવી પડશે.

જો તમે RuPay, American Express, Discover અથવા Diners કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા કાર્ડની માહિતી 31 ડિસેમ્બર, 2021 પછી ગુગલ દ્વારા સેવ કરવામાં આવશે નહીં. નવું ફોર્મેટ આ કાર્ડ્સને સપોર્ટ કરતું નથી. તેથી તમારે 1લી જાન્યુઆરી 2022 સુધીમાં તમામ મેન્યુઅલ પેમેન્ટ માટે કાર્ડની વિગતો દાખલ કરવી પડશે.

આ પણ વાંચો :Twitterએ લીધો મોટો નિર્ણય, હવે શેર નહીં કરી શકાય પર્સનલ ફોટો અને વીડિયો, જાણો વિગત

આ પણ વાંચો : Google Privacy : તમારી બધી ચાલ પર નજર રાખે છે Google, રોકવા માંગતા હોવ તો કરો આટલું

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati