Gmail Tips and Tricks: જીમેલ પર ઓટોમેટિક Delete થઈ જશે બિનજરૂરી Mails, અપનાવો આ ટ્રિક

|

Mar 29, 2022 | 1:30 PM

આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારા જીમેલ એકાઉન્ટ (Gmail Account)પર આવતા તમામ બિનજરૂરી મેઈલ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. ચાલો જીમેલના આ ફીચર પર એક નજર કરીએ.

Gmail Tips and Tricks: જીમેલ પર ઓટોમેટિક Delete થઈ જશે બિનજરૂરી Mails, અપનાવો આ ટ્રિક
Gmail (File Photo)

Follow us on

ગૂગલ (Google)ની મેલ એપ, જીમેલ (Gmail)એ ખૂબ જ લોકપ્રિય પ્લેટફોર્મ છે અને મોટાભાગના લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ત્યારે ઘણી વખત એવુ બને છે કે આપણે ખુબ જરૂરી ઈમેલ શોધતા હોઈએ છીએ પરંતુ બિનજરૂરી મેઈલ એટલા આવી જતા હોય છે કે કામનો મેઈલ શોધવો મુશ્કેલ થઈ જાય છે ત્યારે આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારા જીમેલ એકાઉન્ટ (Gmail Account)પર આવતા તમામ બિનજરૂરી મેઈલ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. ચાલો જીમેલના આ ફીચર પર એક નજર કરીએ.

Gmail પર બિનજરૂરી ઈમેઈલ

સામાન્ય રીતે, કોઈપણ એપને એક્સેસ કરવા માટે, આપણે તેમાં આપણું ઈમેલ આઈડી નાખવું પડે છે. જ્યારે મોટાભાગના લોકો જીમેલનો ઉપયોગ કરે છે, ત્યારે સ્વાભાવિક છે કે આપણને ઘણા પ્રકારના મેઈલ આવે છે. કામના મેલ્સ સિવાય જોવા જઈએ તો, સ્પામ મેલ્સ Gmail પર ઘણી જગ્યા રોકે છે અને કેટલીકવાર તે નકામા મેલ્સના કારણે કામના મેલ્સ મિસ થઈ જાય છે. આજે અમે તમને એક એવી ટ્રીક જણાવીશું જેના દ્વારા જીમેલના આ સ્પામ મેલ્સ ઓટોમેટીક ડીલીટ થઈ જશે.

આ રીતે આપમેળે ડિલીટ થશે સ્પેમ ઈમેઈલ

જો તમે વિચારી રહ્યા હોવ કે આ કેવી રીતે થઈ શકે છે, તો ચાલો જાણીએ તેની પ્રક્રિયા વિશે. બિનજરૂરી મેઇલ્સને આપમેળે કાઢી નાખવા માટે, Gmail તમને એક ખાસ ફિચર આપે છે, ‘ફિલ્ટર્સ ફોર ઓટો-ડિલીટ'(Filters For Auto-Deletion). ચાલો જાણીએ કે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ સ્ટેપ્સ ફોલો કરો

સૌથી પહેલા તમારું જીમેલ એકાઉન્ટ ઓપન કરો. હવે સર્ચ બારમાં તમને ‘ફિલ્ટર’ વિકલ્પ દેખાશે. એવું પણ બની શકે છે કે તમને સર્ચ બારમાં ‘ફિલ્ટર’નો વિકલ્પ ન દેખાય. જો આવું થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ કિસ્સામાં, તમને આ વિકલ્પ સેટિંગ્સમાં, ‘ફિલ્ટર્સ અને બ્લોક્ડ અડ્રેસેઝ’નું ટેબ મળશે, જેમાં તમારે ફક્ત ‘ ક્રિએટ ફિલ્ટર’ પર ક્લિક કરવાનું રહેશે.

‘ફિલ્ટર’ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમે જોશો કે ટોચ પર ‘ફ્રોમ’ (From)લખેલું હશે. તમે જે ઈમેલ ડિલીટ કરવા માંગો છો તેનું નામ અથવા ઈમેલ એડ્રેસ ખાલી ટાઈપ કરો. આ રીતે, તે મેઇલ એડ્રેસ પસંદ કરવામાં આવશે, જેના મેઇલ તમને પસંદ નથી. આ રીતે, સરળતાથી સ્પામ મેઇલ્સ આપમેળે કાઢી નાખવામાં આવશે.

આ પણ વાંચો: Tech Tips: Google Messages એપ પર અલગ કરી શકાય છે જરૂરી મેસેજ, જાણો આ સરળ રીત

આ પણ વાંચો: Tech News: Adani ગ્રુપની Google સાથે ભાગીદારી, ડિજિટલ ભારતને મળશે વેગ

Next Article