Tech News: Adani ગ્રુપની Google સાથે ભાગીદારી, ડિજિટલ ભારતને મળશે વેગ
આ ભાગીદારી અદાણી ગ્રૂપની IT કામગીરીને મોટા પાયે આધુનિક બનાવવાનો પ્રયાસ કરશે. તે સર્વશ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને ઈન્ડસ્ટ્રી સોલ્યુશન્સ ઓફર કરશે. ભાગીદારીથી તેઓ 250 થી વધુ બિઝનેસ-ક્રિટીકલ એપ્લીકેશનને ક્લાઉડ પર શિફ્ટ કરવા માંગે છે.
અદાણી ગ્રુપે સોમવારે ગૂગલ ક્લાઉડ (Google Cloud)સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આ બહુવર્ષીય ભાગીદારી છે. જે અંતર્ગત આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં ક્લાઉડ સ્ટોરેજ સુવિધા વધારવા માટે અદાણી ગ્રુપ (Adani Group)અને ગૂગલ ક્લાઉડ સાથે મળીને કામ કરશે. સરળ શબ્દોમાં કહીએ તો, ભારતના ડિજિટલ અભિયાનને વેગ આપવા માટે બંને સાથે મળીને કામ કરશે. આ ભાગીદારી મોટા પાયે અદાણી ગ્રૂપની IT કામગીરીને આધુનિક બનાવવાનો પ્રયાસ કરશે. તે સર્વશ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને ઈન્ડસ્ટ્રી સોલ્યુશન્સ ઓફર કરશે. ભાગીદારી 250 થી વધુ બિઝનેસ-ક્રિટીકલ એપ્લીકેશનને ક્લાઉડ પર શિફ્ટ કરવા માંગે છે.
અદાણી ગ્રુપ અને ગૂગલ ક્લાઉડે ભાગીદારીના પ્રથમ તબક્કા હેઠળ કામ કરવાનું શરૂ કર્યું છે. અદાણી ગ્રૂપ તેના હાલના ઓન-પ્રિમિસીસ ડેટા સેન્ટર અને કોલોકેશન સુવિધાઓ દ્વારા ગૂગલ ક્લાઉડને સપોર્ટ કરશે. આ ભાગીદારીમાં ગૂગલ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર, વર્કફ્લોનું કેન્દ્રિયકરણ અને કામગીરીને સુવ્યવસ્થિત કરવાનો સમાવેશ થશે.
ગૂગલ ક્લાઉડ શું છે?
મોબાઈલ, કોમ્પ્યુટર અને પેન ડ્રાઈવથી વિપરીત, કંપનીના સર્વર પર જે ડેટા સંગ્રહિત થાય છે તે ક્લાઉડ સ્ટોરેજમાં સંગ્રહિત થાય છે. આ ડેટા ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય છે. આ માટે તમારે અલગ મોબાઈલ, કોમ્પ્યુટર કે પેન ડ્રાઈવની જરૂર રહેતી નથી. ગૂગલ સહિત ઘણી કંપનીઓ ક્લાઉડ સ્ટોરેજ ડેટા સ્ટોર પર કામ કરી રહી છે.
Google ક્લાઉડના સીઈઓ, થોમસ કુરિયનએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ સમગ્ર ભારતમાં સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતો પોર્ટફોલિયો ધરાવે છે, જે બંને કંપનીઓને વ્યવસાય માટે વધુ સારું રહેશે.