1 જુલાઈથી વધી જશે ACની કિંમત, બદલવા જઈ રહ્યા છે આ નિયમ, જાણો કારણ

આ ફેરફાર 1લી જુલાઈ 2022થી લાગુ થશે. અગાઉ આ ફેરફાર 1 જાન્યુઆરી 2022થી લાગુ થવાનો હતો. એસી(AC) ઉત્પાદકોની વિનંતી પર, સરકારે કંપનીઓને 6 મહિનાની છૂટ આપી હતી, જે 30 જૂને પૂર્ણ થઈ રહી છે.

1 જુલાઈથી વધી જશે ACની કિંમત, બદલવા જઈ રહ્યા છે આ નિયમ, જાણો કારણ
Air Conditioner
Image Credit source: File Photo
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jun 27, 2022 | 9:14 AM

જો તમે નવું એર કંડિશનર (AC)ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 1 જુલાઈ પહેલા ખરીદી લો. આગામી મહિનાથી AC સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારને કારણે ACની કિંમતો વધી શકે છે. BEE એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (Bureau of Energy Efficiency)એ એર કંડિશનર્સ માટે એનર્જી રેટિંગ નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1લી જુલાઈ 2022થી લાગુ થશે. અગાઉ આ ફેરફાર 1 જાન્યુઆરી 2022થી લાગુ થવાનો હતો. એસી ઉત્પાદકોની વિનંતી પર, સરકારે કંપનીઓને 6 મહિનાની છૂટ આપી હતી, જે 30 જૂને પૂર્ણ થઈ રહી છે.

1 જુલાઈ, 2022થી AC માટે નવા એનર્જી રેટિંગ નિયમો લાગુ થશે. નવા એનર્જી રેટિંગ નિયમોમાં હાલના એસીના રેટિંગમાં એક સ્ટારનો ઘટાડો થશે. એટલે કે આજનું 5 સ્ટાર AC 1 જુલાઈથી 4 સ્ટાર બની જશે.

ભાવ કેટલો વધશે?

અહેવાલો અનુસાર, નવા નિયમોના કારણે એર કંડિશનરની કિંમતમાં 7 થી 10 ટકાનો વધારો થશે. જોકે, AC મેન્યુફેક્ચર્સે આ અંગે કોઈ નક્કર માહિતી આપી નથી. નવી માર્ગદર્શિકામાં ઉત્પાદકોને ACની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ કંપનીએ એરફ્લો વધારવો પડશે. ઉપરાંત, કોપર ટ્યુબની સર્ફેસ એરિયા વધારવો પડશે અને વધુ એફિશિયન્ટ કોમ્પ્રેસર આપવું પડશે. જેનાથી AC એનર્જી એફિસિયન્સી વધાશે.

ક્યાર સુધી લાગુ રહેશે નવા નિયમો ?

BEE ઇચ્છે છે કે ભારતમાં AC પહેલા કરતા વધુ સ્માર્ટ અને ઓછી એનર્જી યુઝ કરનાર હોય. નવા નિયમો અમલમાં આવતાની સાથે જ 30 જૂન 2022 પહેલા ઉત્પાદિત ACનું રેટિંગ સમાપ્ત થઈ જશે. નોંધ કરો કે નવા એનર્જી એફિસિયન્સી નોર્મ્સ 1 જુલાઈ, 2022 થી ડિસેમ્બર 31, 2024 સુધી લાગુ થશે. આ પછી નવા ધોરણો લાગુ કરવામાં આવશે અને રેટિંગમાં એક સ્ટારનો ઘટાડો કરવામાં આવશે.

આવી સ્થિતિમાં, જો તમે નવું AC ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને 1 જુલાઈ, 2022 પહેલા ખરીદી શકો છો. આ તમને ઓછી કિંમત અને સંભવતઃ ડિસ્કાઉન્ટ પણ મળી જાય. પરંતુ 1 જુલાઈ, 2022 પછી તમારે ચોક્કસપણે વધુ પૈસા ખર્ચવા પડશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati