ઘણા યુઝર્સ માટે ડાઉન થયું Snapchat, કંપનીએ પ્રોબ્લેમ ફિક્સ કરી કહી આ વાત

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 11:51 PM

સ્નેપચેટે એક નવા ટ્વીટમાં ચાલી રહેલા મુદ્દાઓનો સ્વીકાર કર્યો છે. કંપનીએ ટ્વીટ કર્યુ કે તે એપ્લિકેશનની સામેની સમસ્યાથી અવગત છે કે ઘણા યૂઝર્સને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તે તેની તપાસ કરી રહ્યા છે.

ઘણા યુઝર્સ માટે ડાઉન થયું Snapchat, કંપનીએ પ્રોબ્લેમ ફિક્સ કરી કહી આ વાત
File Image

Follow us on

સર્વરની સમસ્યાઓનો અનુભવ કરવા માટે Snapchat નવીનતમ ઓનલાઈન સેવા બની ગઈ છે, કારણ કે તેના ઘણા યૂઝર્સ ફોટો શેરિંગ એપની સાથે સમસ્યાઓને રિપોર્ટ કરે છે. ફરિયાદોથી જાણી શકાય છે કે એપ ઘણા યૂઝર્સ માટે યોગ્ય રીતે કામ નથી કરી રહી, કારણ કે એપ દ્વારા પોતાના કોન્ટેક્ટના કોઈને સ્નેપ નથી મોકલી શકાતા.

સ્નેપચેટે એક નવા ટ્વીટમાં ચાલી રહેલા મુદ્દાઓનો સ્વીકાર કર્યો છે. કંપનીએ ટ્વીટ કર્યુ કે તે એપ્લિકેશનની સામેની સમસ્યાથી અવગત છે કે ઘણા યૂઝર્સને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તે તેની તપાસ કરી રહ્યા છે. સમસ્યા શું છે, તેના વિશે વધુ જાણકારી શેયર કરવામાં આવી નથી પણ સ્નેપચેટે જાહેરાત કરી છે કે આ મુદ્દાનું નિવારણ લાવી દેવામાં આવ્યું છે. કોઈ પણ યૂઝર્સને હજુ મુશ્કેલી પડી રહી હોય તો તે ઓનલાઈન માધ્યમોથી સ્નેપચેટને તેનો રિપોર્ટ કરી શકે છે.

ડાઉનડેટેક્ટરે સ્નેપચેટ આઉટેજની પુષ્ટી કરી, જેમાં તેજ સ્પાઈક આજે સાંજે 4.30 વાગ્યાની આસપાસ જોવા મળ્યું. સ્નેપચેટના લગભગ 2,500 યૂઝર્સે વેબસાઈટ પર કામ નહીં કરવાની સુચના આપી.

થોડા અઠવાડિયામાં એક ઓનલાઈન સર્વિસની સાથે જોવા મળતો નવો મુદ્દો છે. ફેસબુક ઈન્કની પ્રોડક્ટ- ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક મેસેન્જર અને વર્કપ્લેસમાં ગયા અઠવાડિયે બે આઉટેજ જોવા મળ્યા. સૌથી પહેલા 4 ઓક્ટોબરે એક સમસ્યાની સાથે સર્વિસ બંધ થઈ ગઈ, જેનું નિવારણ લાવવામાં ફેસબુકને ઘણા કલાકનો સમય લાગ્યો. ત્યાં સુધી તમામ પ્લેટફોર્મના યૂઝર્સે આઉટેજનો રિપોર્ટ કરવા માટે ટ્વીટરનો સહારો લીધો.

વોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના અધિકૃત ટ્વીટર એકાઉન્ટે ઝડપી જ આ મુદ્દાને સ્વીકારી લીધો અને જણાવ્યું કે તે આ સમસ્યા પર કામ કરી રહ્યા હતા. સર્વિસ ગયા શનિવારે 9 ઓક્ટોબરે ફરીથી પ્રભાવિત થઈ હતી, કારણ કે ફેસબુક ઈન્કની ચાર પ્રોડક્ટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક મેસેન્જર અને વર્કપ્લેસ બપોરે 12.30થી 2.30 વાગ્યા સુધી લગભગ 2 કલાક સુધી બંધ રહ્યા.

આ પણ વાંચો: IPL 2021, DC Vs KKR : દિલ્હી ‘દૂર’ રહી ગયુ, કોલકાતા પહોંચ્યુ ફાઇનલમાં ચેન્નાઇની સામે લેશે ટક્કર, KKR નો 3 વિકેટે રોમાંચક વિજય

આ પણ વાંચો: ફ્રાન્સથી ભારત આવી રહેલા વધુ ત્રણ ફાઈટર જેટ રાફેલ જામનગરમાં ઉતરશે, વાયુસેનાની તાકાત વધશે

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati