Paytm, PhonePe અને Airtel Money જેવા મોબાઈલ વોલેટ વાપરનારા લોકો આ ખબર જરુર વાંચો, જો મોબાઈલ વોલેટમાં આ કામ કરવાનું ચુકી જશો તો નહીં કરી શકો લેન-દેન!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) તાજેતરમાં આપેલાં નિર્દેશમાં જણાવ્યું છે કે paytm, PayzApp અને PhonePe જેવા મોબાઈલ વોલેટના ઉપયોગ માટે KYC કરાવવું અનિવાર્ય છે અને જો આમ નહીં કરવામાં આવે તો તેના લેનદેન પર રોક લગાવી દેવાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોબાઈલ વોલેટ વપરાશકારોને રાહત આપીને જણાવ્યું કે 28 ફેબ્રુઆરી પછી પણ વોલેટમાં રહેલી રકમને વાપરી […]

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) તાજેતરમાં આપેલાં નિર્દેશમાં જણાવ્યું છે કે paytm, PayzApp અને PhonePe જેવા મોબાઈલ વોલેટના ઉપયોગ માટે KYC કરાવવું અનિવાર્ય છે અને જો આમ નહીં કરવામાં આવે તો તેના લેનદેન પર રોક લગાવી દેવાશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોબાઈલ વોલેટ વપરાશકારોને રાહત આપીને જણાવ્યું કે 28 ફેબ્રુઆરી પછી પણ વોલેટમાં રહેલી રકમને વાપરી શકાશે. વોલેટની મદદથી રકમને બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે અને તેને ખરીદી વખતે ઉપયોગ કરી શકાશે.
RBI દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે 1 માર્ચ પછી જો KYC નહીં કરાવેલું હોય તે પોતાના વોલટમાં પૈસા જમા કરાવી શકશે નહીં. KYC કરવા માટે ગ્રાહકે પોતાના જ મોબાઈલ વોલેટમાં જવાનું રહેશે અને તેમાં પોતાના પાનકાર્ડ કે ચુંટણીકાર્ડની વિગતો ભરવાની રહેશે. જો આ કામ નહીં કરવામાં આવે તો ગ્રાહકો આગામી સમયમાં પૈસા વોલેટમાં લોડ નહીં કરી શકે અને તેમને તકલીફનો સામનો કરવો પડશે.
[yop_poll id=889]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]