જાણો ભારતીય લોકો કઈ પેમેન્ટ એપ પર કરે છે સૌથી વધુ વિશ્વાસ? Paytm છે આ લીસ્ટમાં ઘણુ પાછળ

|

Aug 10, 2021 | 9:54 PM

જૂનમાં નોંધાયેલા ટ્રાન્ઝેક્શન્સની સામે જુલાઈ 2021માં PhonePeએ લગભગ 15 ટકા ગ્રોથ મેળવ્યો છે. તેવી જ રીતે ગુગલ પેથી 5 ટકા અને પેટીએમ એપે લગભગ 18.50 ટકા ગ્રોથ કર્યો છે.

જાણો ભારતીય લોકો કઈ પેમેન્ટ એપ પર કરે છે સૌથી વધુ વિશ્વાસ? Paytm છે આ લીસ્ટમાં ઘણુ પાછળ
which payment app Indians rely on the most?

Follow us on

ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ યૂપીઆઈ ટ્રાન્ઝેક્શનના જુલાઈ 2021ના આંકડા સામે આવ્યા છે. આ લીસ્ટમાં PhonePe એપ ભારતની લિડીંગ યૂનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એપ બનીને સામે આવી છે. PhonePe પેમેન્ટ એપ દ્વારા જુલાઈ 2021માં કુલ 1.4 બિલિયન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. જેમાં કુલ માર્કેટ શેયર 46 ટકા રહ્યું. આ લીસ્ટમાં ગુગલ પે પાછળ રહી જતા જોવા મળે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ફોન પે એપથી જુલાઈ 2021માં કુલ 2,88,572 કરોડ રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવી છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ફોન પે પછી બીજા નંબરે રહ્યું Google Pay

જુલાઈ 2021ના આંકડાઓ પ્રમાણે Google Pay એપથી 1,119.16 મિલિયનની લેવડ-દેવડ કરવામાં આવી છે. જ્યારે Paytm Payments દ્વારા લગભગ 387.06 મિલિયનના ટ્રાન્ઝે્ક્શન્સ કરવામાં આવ્યા છે. આ દરમિયાન Paytmનું માર્કેટ શેયર 14 ટકા રહ્યું. જ્યારે ગુગલ પેનું માર્કેટ શેયર 34.35 ટકા રહ્યું.

 

 

જૂનમાં નોંધાયેલા ટ્રાન્ઝેક્શન્સની સામે જુલાઈ 2021માં PhonePeએ લગભગ 15 ટકા ગ્રોથ મેળવ્યો છે. તેવી જ રીતે ગુગલ પેથી 5 ટકા અને પેટીએમ એપે લગભગ 18.50 ટકા ગ્રોથ કર્યો છે. NPCIની ગાઈડલાઈન પ્રમાણે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ જેવા તે ફોન પે, ગુગલ પેનું કુલ માર્કેટ 30 ટકા રહ્યું. જો જુલાઈ 2021ના કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સની વાત કરીએ તો કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ 3,247.82 મિલિયન રહ્યા. તે પહેલીવાર 6 લાખ કરોડના આંકડાને પાર કરી ગયુ છે.

 

 

આ પણ વાંચો – પહેલા યુવતી સાથે કરી મિત્રતા અને બાદમાં રહેવા લાગ્યો લિવ ઇનમાં, લગ્નના બહાને 2 મિત્રો સાથે કર્યો સામુહિક બળાત્કાર

 

આ પણ વાંચો – કેન્દ્ર સરકારે હાઈકોર્ટને જણાવ્યુ કે Twitter કરી રહ્યું છે નવા IT નિયમોનું પાલન, નવા અધિકારીઓની કરાઈ નિમણૂંક

Next Article