કેન્દ્ર સરકારે હાઈકોર્ટને જણાવ્યુ કે Twitter કરી રહ્યું છે નવા IT નિયમોનું પાલન, નવા અધિકારીઓની કરાઈ નિમણૂંક

આ નિશ્ચિત રૂપથી ભારત સરકાર અને એક સોશિયલ મીડિયા કંપની વચ્ચેની લડાઈના અંતનું પ્રતિક છે. 26 મેથી આઈટી નિયમ લાગુ થયા પછીથી બંને વચ્ચે ઘર્ષણની સ્થિતી ઉભી થઈ હતી.

કેન્દ્ર સરકારે હાઈકોર્ટને જણાવ્યુ કે Twitter કરી રહ્યું છે નવા IT નિયમોનું પાલન, નવા અધિકારીઓની કરાઈ નિમણૂંક
Twitter is following new IT rules

કેન્દ્ર સરકારે દિલ્લી હાઈકોર્ટમાં (Delhi High court) જણાવ્યુ કે ટ્વીટરે (Twitter) નવા નિયમ અંતર્ગત (New IT Rules) મુખ્ય અનુપાલન અધિકારી, રેસિડેન્ડ ફરિયાદ અધિકારી અને નોડલ અધિકારીની નિમણૂંક કરી છે. કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. આ મામલાની સુનાવણી 5 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવશે. દિલ્લી હાઈકોર્ટમાં ટ્વીટરે જણાવ્યુ કે તેણે નવા નિયમો અનુસાર અધિકારીઓની નિયુક્તી કરી દીધી છે. આ અધિકારીઓ સીધો જ અમેરીકાની ટ્વીટર ઓફિસમાં રિપોર્ટ કરશે.

 

 

ગત અઠવાડિયે ટ્વીટરે આ પદ પર સ્થાયી નિયુક્તી કરી છે, જે નિયમો પ્રમાણે ખૂબ જરૂરી બની ગયુ છે. વિનય પ્રકાશને મુખ્ય અનુપાલન અને ફરિયાદ અધિકારી નિયુક્ત કર્યા છે. જ્યારે પૂર્વ બાઈટડાન્સ કંપનીના કાર્યકારી શાહીન કોમાથને નોડલ સંપર્ક વ્યક્તિના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

ટ્વીટરે પહેલા આ પદ પર અંતરિમ આધાર પર નિમણૂંક કરી હતી અને કોર્ટને જણાવ્યું હતુ કે આ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટરના મારફતે નિમણૂંક કરેલા આકસ્મિક કંટીઝેન્ટ હતા. જો કે કોર્ટે કંપનીને આકસ્મિક શબ્દના ઉપયોગ વિશેની જાણકારી આપી અને કંપનીને નિયમોના પાલન કરવા માટેની છેલ્લી તક આપી.

 

ટ્વીટરના વકીલ વરિષ્ઠ અધિવક્તા સાજન પૂવૈયાએ કોર્ટમાં જણાવ્યુ કે વિનય પ્રકાશને ટ્વીટર દ્વારા સાર્વજનિક નીતિ નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અને ભારતમાં તેમનું બિઝનેસ ડેઝિગ્નેશન અનુપાલન અને ફરિયાદ અધિકારીનું હશે. પ્રકાશ સીધા જિમ બેકરને રિપોર્ટ કરશે. તે ટ્વીટર યૂએસ આધારિત ડેપ્યુટી જનરલ કાઉન્સીલ છે.

 

આ નિશ્ચિત રૂપથી ભારત સરકાર અને એક સોશિયલ મીડિયા કંપની વચ્ચેની લડાઈના અંતનું પ્રતિક છે. 26 મેથી આઈટી નિયમ લાગુ પડ્યા પછીથી બંને વચ્ચે ઘર્ષણની સ્થિતી ઉભી થઈ હતી. સરકારે નિયમોનું પાલન ન કરવા પર સોશિયલ મીડિયા વિશે જણાવ્યું હતુ કે કોઈ પણ કંપની દેશના કાયદાથી ઉપર નથી.

 

 

આ પણ વાંચો – World Lion Day 2021: સાવજના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રીનું આહવાન

 

આ પણ વાંચો – IND vs ENG: અશ્વિનને ટીમમાંથી બહાર રાખવાને લઈને ચર્ચાઓ તેજ, જાડેજા નહીં ઠાકુર સાથે સ્પર્ધા હોવાનો નવો સુર!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati