જાણો શું તમારા આઈફોનમાં તો નથીને કોઈ સ્પાઈવેર, બસ ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

સ્પાઈવેરના ઉપયોગથી ટાર્ગેટ વ્યક્તિના ફોનને હેક કરીને તેની જાસૂસી કરી શકાય છે. તેવામાં આ સ્પાઈવેરથી હવે આઈફોન પણ સુરક્ષિત નથી.

જાણો શું તમારા આઈફોનમાં તો નથીને કોઈ સ્પાઈવેર, બસ ફોલો કરો આ સરળ સ્ટેપ્સ
File Image

હાલમાં ચારે તરફ પેગાસસ સ્પાઈવેરની ચર્ચાઓ ચાલી રહી છે. આ સ્પાઈવેરને ઈઝરાયલની કંપની NSO Groupએ તૈયાર કર્યુ છે. આ સ્પાઈવેરના ઉપયોગથી ટાર્ગેટ વ્યક્તિના ફોનને હેક કરીને તેની જાસૂસી કરી શકાય છે. તેવામાં આ સ્પાઈવેરથી હવે આઈફોન પણ સુરક્ષિત નથી. દુનિયામાં સૌથી સેફ ગણાતા આઈફોન પર પણ હેક થવાનું જોખમ રહેલુ છે. તેવામાં હવે એક નવુ ફિચર આવ્યું છે કે જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારો આઈફોન સ્પાઈવેરનો શિકાર બન્યો છે કે નહીં.

 

આ એપ્લિકેશનને iMazing નામ આપવામાં આવ્યુ છે અને તે macOS અને Windows બંનેમાં કામ કરે છે. આ એપના ઉપયોગથી જાણી શકાય છે કે કનેક્ટેડ આઈફોન સ્પાઈવેરનો ભોગ બન્યો છે કે નહીં. iMazing એપમાં આ નવા ફીચરને એક અપડેટમાં લાવવામાં આવ્યુ છે. સ્પાઈવેર ડિટેક્શન ફિચર iPhones પર iMazingના macOS અને Windows વર્ઝન 2.14માં જોવા મળી શક્શે.

 

 

આનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે iPhoneને macOS અથવા તો Windows સાથે કનેક્ટ કરવુ પડશે. તે કનેક્ટ થઈ જાય ત્યારબાદ તેને રન કરો અને Detect Spywareનું ઓપ્શન સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો કે તમારો આઈફોન હેક થયો છે કે નહીં.

 

 

કંપનીએ જણાવ્યુ છે કે આના માટે કોઈ બેકઅપ કે સેટઅપની જરૂર નહીં પડે. આ પહેલીવાર નથી કે કોઈ સ્પાઈવેરને ડિટેક્ટ કરવા માટે સોફ્ટવેર બનાવવામાં આવ્યુ હોય. પહેલા પણ હ્યુમન રાઈટ્સ ગ્રૃપે પણ પેગાસસ એટેકથી ઈન્ફેક્ટેડ થયેલા ડિવાઈઝની જાણકારી મેળવવા માટે એક ટૂલ કીટ જાહેર કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો – ભારતીય સેનામાં ઓફિસરના પદ માટે જાહેર થઈ ભરતી, ગ્રેજ્યુએટ પાસ કરી શકે અરજી, 1,77,500 સુધીનો મળશે પગાર

 

આ પણ વાંચો – હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઈને પી. ચિદમ્બરમે કેન્દ્ર પર કર્યા પ્રહાર, કહ્યું “સરકાર વિચારધારા સાથે જોડાયેલા લોકોને શોધી રહી છે”

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati