ધરપકડ અને દંડનો ડર બતાવ્યો તો ઝૂક્યુ Twitter, સરકારે જણાવેલા એકાઉન્ટ્સ કરવા લાગ્યું બ્લોક

ધરપકડ અને દંડનો ડર બતાવ્યો તો ઝૂક્યુ Twitter, સરકારે જણાવેલા એકાઉન્ટ્સ કરવા લાગ્યું બ્લોક
Twitter

સરકારે ખાલિસ્તાન અને પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાની આશંકા સાથે 1,178 ખાતાઓની બીજી યાદી મોકલી હતી. તેમાંથી 583 એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 10, 2021 | 1:20 PM

ઉચ્ચ અધિકારીઓની ધરપકડ અને પેનલ્ટીની ધમકી મળ્યા બાદ ટ્વિટરએ ભારત સરકારની વાત માનવાનું શરુ કરી દીધું છે. સરકાર દ્વારા અપાયેલા ખાતાઓમાંથી કેટલાક બ્લોક કરવામાં આવ્યા છે. આ હેન્ડલ્સ પર કથિત રૂપે ‘ભડકાઉ અને નફરત વધારતી કોમેન્ટ્સ’ કરવામાં આવી હતી. ટ્વિટરે સરકારને ખાતરી આપી છે કે તે સરકારની વાત સમજે છે અને નોટિસમાં જણાવેલ હેન્ડલ્સનું કન્ટેન્ટ જોવામાં આવી રહ્યું છે. આઇટી મંત્રાલયે આઈટી એક્ટની કલમ 69 એ હેઠળ ટ્વિટરને નોટિસ મોકલી હતી.

બંધ કરાયા 583 એકાઉન્ટ

સૂત્રોના જણાવ્યા અનુસાર #ModiaPlanningFarmerGenocide હેશટેગથી ટ્વીટ કરતા 257 હેન્ડલ્સમાંથી 126 ને બ્લોક કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ટ્વિટરે આ એકાઉન્ટ્સને બ્લોક કાર્ય હતા બાદમાં તેમને અનબ્લોક કરવામાં આવ્યા હતા. ત્યારે ટ્વિટરે કહ્યું હતું કે આ ટ્વિટ્સ ‘મુક્ત વાણી અને સમાચારને લાયક હતા.’ હવે તેમાંથી ઘણાને ફરીથી બ્લોક કરવામાં આવ્યા છે. સરકારે ખાલિસ્તાન અને પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાની આશંકા સાથે 1,178 ખાતાઓની બીજી યાદી પણ મોકલી હતી. તેમાંથી 583 એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા. સરકારનું માનવું હતું કે આ એકાઉન્ટની પ્રવૃત્તિઓ ‘ખેડૂત આંદોલનને લગતિ વ્યવસ્થા માટે ખતરો ઉત્પન્ન કરી શકે એમ હતા’.

ખાલિસ્તાન પ્રેમીઓ સામે કેન્દ્રની કડકાઈ ટ્વિટરે મંગળવારે કહ્યું કે તે માહિતી ટેકનોલોજી પ્રધાન સાથે ઔપચારિક વાતચીત કરવા માંગે છે. ટ્વિટરે કહ્યું કે તેના કર્મચારીઓની સલામતી તેની પ્રાથમિકતા છે. જ્યારે ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે “અમે સન્માનજનક સ્થિતિ માટે ભારત સરકાર સાથે સંપર્ક જાળવી રાખીશું અને માનનીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી પ્રધાનનો સાથે વાતચીત માટે સંપર્ક કર્યો છે.”

ટ્વિટરને સરકારે આપી હતી ચેતવણી સરકારે ટ્વિટરને ચેતવણી આપી હતી કે જો સૂચનાનું પાલન નહીં કરે તો સંબંધિત કલમો હેઠળ દંડ અથવા સાત વર્ષની જેલ થઈ શકે છે. દરમિયાન, ભારત અને દક્ષિણ એશિયામાં ટ્વિટરની જાહેર નીતિના ડિરેક્ટર મહિમા કૌલે પણ રાજીનામું આપ્યું છે. કંપનીનું કહેવું છે કે કૌલના રાજીનામાંને કેસ સાથે કંઈ લેવાદેવા નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati