રિસર્ચરે એક નવુ એન્ડ્રોઈડ ટ્રોઝન શોધી કાઢ્યુ છે. આ એન્ડ્રોઈડ મૈલવેયર Facebook એકાઉન્ટને હાઈજેક કરે છે. આનો ઉપયોગ કરીને હેકર્સ 140થી વધુ દેશોના યૂઝર્સના ફેસબુક એકાઉન્ટ હેક કરી રહ્યા છે. એકાઉન્ટ હાઈજેક કરવા માટે તે સેશન કૂકીઝની ચોરી કરે છે. એક રિપોર્ટ અનુસાર આ મૈલવેયર માર્ચ 2021થી ફેલાઈ રહ્યો છે. હમણાં સુધીમાં આ મૈલવેયરના કારણે 10,000થી વધુ યૂઝર્સના એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે.
આ Malware સિંપલ ટ્રીકથી કામ કરે છે. તે પહેલા શિકારને મૈલેશિયસ એપમાં તેમના ફેસબુક ક્રેડેંશિયલ્સના ઉપયોગથી લોગીન કરાવડાવે છે અને પછી યૂઝર્સના ડેટા મેળવી લે છે. એક રિસર્ચ પ્રમાણે FlyTrap મૈલવેયર કેટલીક ટ્રીક્સના ઉપયોગથી યૂઝર્સને તેને ડાઉનલોડ કરવા મજબૂર કરે છે. તે ફ્રીમાં નેટફ્લિક્સ કૂપન કોડ, ગુગલ એડવર્ડ્સ કૂપન કોડ અથવા તો ફેવરિટ ખેલાડીને વોટ કરવા માટે કહી શકે છે.
આવી એપ ડાઉનલોડ થયા બાદ યૂઝર્સને ઘણા બધા સવાલો પુછે છે. સવાલોના જવાબ આપ્યા બાદ તેઓ યૂઝર્સને Facebook લોગીન પેજ પર લઈ જાય છે. ત્યારબાદ તે યૂઝર્સને ફેસબુક એકાઉન્ટ લોગીન કરવા કહે છે. બસ પછી શું લોગીન કર્યા બાદ તે યૂઝર્સના ક્રેડેંશિયલ ચોરી લે છે. પછી યૂઝર્સના એકાઉન્ટનો ઉપયોગ કરીને બધાને પર્સનલ મેસેજ મોકલીને Malwareને ફેલાવે છે.
મૈલવેયરથી બચવા માટે શું કરી શકાય?
1. કોઈ પણ અજાણી વેબસાઈટ તમને Facebook લોગીન પેજ પર લઈ જાય તો લોગીન કરવુ નહીં. 2. કોઈ પણ અજાણી એપ્લિકેશન્સમાં લોગીન કરવું નહીં. 3. ફેસબુકનો પાસવર્ડ સમયે સમયે બદલતા રહો. 4. પાસવર્ડ મજબૂત રાખો જેથી કોઈ તેને ક્રેક ન કરી શકે. 5. ટૂ-ફૈક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો. 6. અજાણી વેબસાઈટ દ્વારા પુછવામાં આવેલી ખાનગી માહિતીને શેયર ન કરો. 7. કોઈ ફેસબુક ફ્રેન્ડના એકાઉન્ટમાંથી તમારા મેસેન્જર પર આવેલી કોઈ પણ લિંકને ઓપન ન કરો.
આ પણ વાંચો – એવો તો શું ઝગડો થયો ડોક્ટર દંપતિ વચ્ચે કે પતિએ પત્ની પર છરી વડે કર્યો હુમલો, બાદમાં છરીથી પત્નીના વાળ પણ કાપી નાખ્યા
આ પણ વાંચો – Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન