Email તો તમે બધા મોકલો છો પણ શું તમે જાણો છો Email અને Gmail વચ્ચે શું તફાવત છે ? જાણો અહીં

TV9 GUJARATI

|

Updated on: Oct 14, 2021 | 3:40 PM

Difference between Email and Gmail : ઇમેઇલનો અર્થ સ્ટેન્ડ ફોર ઇલેક્ટ્રોનિક મેઇલ છે. જો તમે ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરીને સંદેશ મોકલો છો, તો તેને ઇમેઇલ કહેવામાં આવે છે.

Email તો તમે બધા મોકલો છો પણ શું તમે જાણો છો Email અને Gmail વચ્ચે શું તફાવત છે ? જાણો અહીં
difference between Email and Gmail

આપણે બધા દૈનિક ધોરણે ગૂગલની (Google) ઘણી સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. પછી તે ગૂગલ મેપ્સ (Google Maps), જીમેલ (Gmail) અથવા બીજું કંઈ પણ હોય. આ બધાની વચ્ચે, તમારી અંદર પ્રશ્ન ઉભો થયો હશે કે જીમેલ અને ઇમેઇલ વચ્ચે શું તફાવત છે? આપણે ઘણીવાર આ બે વિષે મૂંઝવણમાં હોઈએ છીએ. આવી સ્થિતિમાં, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જીમેલ અને ઈમેલ વચ્ચે શું તફાવત છે?

એક સમય એવો હતો જ્યારે અન્ય વ્યક્તિને સંદેશો પહોંચાડવામાં ઘણા દિવસો લાગતા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં એવા ઘણા ડિજિટલ પ્લેટફોર્મ બહાર આવ્યા છે, જેણે માહિતી ક્ષેત્રને જ બદલી નાખ્યું છે. આ કારણોસર, આજનો આધુનિક યુગ માહિતી ક્રાંતિનો યુગ છે. હવે ઘણા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવ્યા છે, જેઓ તમારા દ્વારા મોકલવામાં આવેલી માહિતી એક ક્ષણમાં બીજાને મોકલે છે. તેવામાં અમે તમને જણાવીશું કે Gmail અને ઇમેઇલ વચ્ચે શું તફાવત છે?

તમને જણાવી દઇએ કે ઇમેઇલનો અર્થ સ્ટેન્ડ ફોર ઇલેક્ટ્રોનિક મેઇલ છે. જો તમે ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરીને સંદેશ મોકલો છો, તો તેને ઇમેઇલ કહેવામાં આવે છે. આ XYZ123 જેવું સરનામું છે આપણે માહિતી મોકલવા માટે આ સરનામાનો ઉપયોગ કરીએ છીએ. જો કે, આપણે માધ્યમનું સરનામું પણ ઉમેરવું પડશે જેના દ્વારા આપણે માહિતી મોકલીએ છીએ.

બીજી બાજુ જો આપણે Gmail વિશે વાત કરીએ, તો તે ઇમેઇલનો સંદેશ મોકલવાનું કામ કરે છે. તેને આ ઉદાહરણ સાથે સમજો, જો તમારી ઇમેલ આઇડી પાછળ gmail.com  સરનામાં જોડાયેલુ છે. તો આ બતાવે છે કે ગૂગલ તે સંદેશ મોકલવાનું કામ કરી રહ્યું છે.

તેજ રીતે જો તમારા ઇમેઇલ એડ્રેસ પાછળ @outlook.com લાગે છે, તો માઇક્રોસોફ્ટ તમારો સંદેશ મોકલવા માટે કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જીમેલ આપણા મેસેજ મોકલવાનું કામ કરે છે. જ્યારે ઇમેઇલ આપણુ સરનામું હોય છે.

આ પણ વાંચો –

Ahmedabad : ચોમાસા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત્, શાહીબાગ ડફનાળા પાસે 20 ફૂટ ઊંડો ભૂવો પડયો

આ પણ વાંચો –

Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

આ પણ વાંચો –

Virus proof Skyscraper : 500 મિલીયન ડૉલરના ખર્ચે બની રહી છે દુનિયાની પહેલી એન્ટી વાયરસ ઇમારત, જાણો વિગત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati