Corona Vaccine Fraud: તમે કોરોના રસીના ડોઝ લીધા છે? જો આવો કોલ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છેતરપિંડી

છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે, કોરોના રસીના ડોઝના નામે કેવી રીતે છેતરપિંડી (Corona Vaccine Fraud) કરવામાં આવે છે. હાલમાં આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Corona Vaccine Fraud: તમે કોરોના રસીના ડોઝ લીધા છે? જો આવો કોલ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છેતરપિંડી
Corona Vaccine Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 12:17 PM

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે, કોરોના રસીના ડોઝના નામે કેવી રીતે છેતરપિંડી (Corona Vaccine Fraud) કરવામાં આવે છે. હાલમાં આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સાયબર ક્રાઈમના કેસમાં વધારો થયો

કોરોનાકાળમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું. લોકોના કામ ઓનલાઈન થતા હતા તેથી તે સમયે સાયબર ક્રાઈમના કેસમાં વધારો જોવા મળ્યો હતો. કોરોના સમય દરમિયાન લોકો વેક્સિન માટે રસીકરણ કેન્દ્રો પર લાઈનો લગાવતા હતા. આ ઉપરાંત ઘણા લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હતા.

1 નંબર દબાવ્યો તો તમારો ફોન હેક થઈ જશે

હાલમાં તો કોરોના કેસ સામે આવી રહ્યા નથી તેમ છતા પણ કોરોના રસીના નામે લોકો સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યુ છે. ઠગ કરાનારા જુદા-જુદા લોકોને ફોન કોલ કરી રહ્યા છે અને તમે કોરોનાની રસી લગાવી છે કે નહી તેવો પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ કહેવામાં આવે છે કે, જો તમે રસી લીધી હોય તો 1 નંબર દબાવો. જો ભૂલથી પણ તમે 1 નંબર દબાવ્યો તો તમારો ફોન હેક થઈ જાય છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવશે

તમારો ફોન હેક થઈ જાય છે ત્યારબાદ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. તેથી જો કોઈ આ પ્રકાર ફોન કરે તો તેનાથી સાવધાન રહેવું જોઈએ. કોરોના રસી અંગે ફોન છેતરપિંડી કરતા ઠગ્સ લોકોથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Income Tax Refund Fraud: ઈન્કમ ટેક્સ રિફંડના મેસેજ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video

આ બાબતોનું રાખો ધ્યાન

1. કોઈ ફોન કરે અને ફ્રોડ લાગે તો જવાબ આપવો નહી.

2. તમારે આવા ફોન નંબરને બ્લોક કરવા જોઈએ.

3. સરકાર દ્વારા કોરોના રસી અંગે કોઈ પણ પૂછપરછ કરવામાં આવી રહી નથી.

4. તમારી અંગત માહિતી, બેંકની વિગતો કે OTP કોઈની સાથે શેર કરશો નહીં.

5. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

6. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે.એમ. વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ
માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ
ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ
ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ
g clip-path="url(#clip0_868_265)">