ચેટ છુપાવવાની જબરદસ્ત ટ્રિક, ફોનનો પાસવર્ડ જાણતા હશે તો પણ નહીં જોઈ શકે WhatsApp

ફોનનો ઉપયોગ કરતી વખતે, અન્ય લોકો વારંવાર આપણું WhatsApp ખોલે છે. આવી સ્થિતિમાં, જો તમે નથી ઈચ્છતા કે અન્ય લોકો તમારી વોટ્સએપ ચેટ વાંચે, તો આજે અમે તમને તેનાથી બચવાનો ઉપાય જણાવી રહ્યા છીએ.

ચેટ છુપાવવાની જબરદસ્ત ટ્રિક, ફોનનો પાસવર્ડ જાણતા હશે તો પણ નહીં જોઈ શકે WhatsApp
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 2:46 PM

આપણામાંથી મોટાભાગના સ્માર્ટફોન (Smartphone)માં પાસવર્ડ અથવા પેટર્ન રાખે છે. પરંતુ આપણી નજીકના લોકો ઘણીવાર આપણો પાસવર્ડ અને પેટર્ન જાણતા હોય છે. ક્યારેક આપણે ફોનને અનલોક કરીને આપણા મિત્રો કે નજીકના લોકોને પણ આપવો પડે છે. ફોનનો ઉપયોગ કરતી વખતે, અન્ય લોકો વારંવાર આપણું WhatsApp ખોલે છે. આવી સ્થિતિમાં, જો તમે નથી ઈચ્છતા કે અન્ય લોકો તમારી વોટ્સએપ ચેટ વાંચે, તો આજે અમે તમને તેનાથી બચવાનો ઉપાય જણાવી રહ્યા છીએ.

વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ કરો

વાસ્તવમાં, વોટ્સએપમાં તમને ફિંગરપ્રિન્ટ લોકનું વિશેષ ફીચર મળે છે. જ્યારે આ સુવિધા સક્રિય થાય છે, ત્યારે તમે તમારો ફોન અનલોક કરી લો તે પછી પણ તમારે એપ્લિકેશનને અનલૉક કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવાની જરૂર પડશે. તે સુરક્ષાનું એક નેકસ્ટ લેવલ છે. જે સુનિશ્ચિત કરે છે કે તમે એકમાત્ર વ્યક્તિ છો જે તે મોબાઇલ ડિવાઈસ પર WhatsApp ઍક્સેસ કરી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Android ફોન પર WhatsApp ફિંગરપ્રિન્ટ લોક કેવી રીતે શરૂ કરવું

તમારા ફોન પર WhatsApp ખોલો અને સેટિંગ્સ પર ટેપ કરો હવે એકાઉન્ટ પર ટેપ કરો અને પ્રાઈવસી પર જાઓ અહીં તમને ફિંગરપ્રિન્ટ લોક (Fingerprint Lock)નો વિકલ્પ દેખાશે. ફિંગરપ્રિન્ટ વડે અનલૉક ચાલુ કરો અને પછી તમારી ફિંગરપ્રિન્ટની પુષ્ટિ કરો.

iOS ડિવાઈસમાં WhatsApp ફિંગરપ્રિન્ટ લોક કેવી રીતે શરૂ કરવું

તમારા ફોન પર WhatsApp ખોલો અને સેટિંગ્સ પર ટેપ કરો હવે એકાઉન્ટ પર ટેપ કરો અને પ્રાઈવસી પર જાઓ પછી સ્ક્રીન લોક પર જાઓ અને ટચ આઈડી અથવા ફેસ આઈડી ચાલુ કરો.

આ પણ વાંચો: Maharashtra: સંજય રાઉતે વેંકૈયા નાયડુને પત્ર લખ્યો, ઠાકરે સરકારને પછાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, બીજેપી નેતા રામ કદમે કહ્યું ખોટા કામ કરનારા જ ડરે છે

આ પણ વાંચો: Karnataka Hijab Row: શિવમોગામાં ભગવો ધ્વજ ફરકાવવા પર થયો હંગામો, SPએ કહ્યું પોલ પર ન હતો ત્રિરંગો, ડિગ્રી કોલેજમાં પથ્થરમારો, 3 પર FIR

આ પણ વાંચો:British PM Boris Johnson : લોકડાઉન પાર્ટીઓના કારણે રાજીનામું આપવાના દબાણ હેઠળ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને તેમના કેબિનેટમાં ફેરબદલ કર્યો

g clip-path="url(#clip0_868_265)">