Karnataka Hijab Row: શિવમોગામાં ભગવો ધ્વજ ફરકાવવા પર થયો હંગામો, SPએ કહ્યું પોલ પર ન હતો ત્રિરંગો, ડિગ્રી કોલેજમાં પથ્થરમારો, 3 પર FIR
તેમણે કહ્યું કે કેટલાક બહારના તત્વોએ પથ્થરમારો કર્યો હતો. અમારી પાસે કેટલાક વીડિયો છે, જેના આધારે અમે ધરપકડ કરીશું. આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.
Karnataka Hijab Row:કર્ણાટકમાં હિજાબનો મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે શિવમોગા(Shivmoga)ની સરકારી ડિગ્રી કોલેજમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. આ માહિતી શિવમોગાના પોલીસ અધિક્ષક બીએમ લક્ષ્મી પ્રસાદે(Shivmoga Superintendent of Police BM Lakshmi Prasad)આપી હતી. તેમણે કહ્યું કે કેટલાક બહારના તત્વોએ પથ્થરમારો કર્યો હતો. અમારી પાસે કેટલાક વીડિયો છે, જેના આધારે અમે ધરપકડ કરીશું.
સાથે જ તેમણે કહ્યું કે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.એક પોલ પરથી રાષ્ટ્રધ્વજ ઉતાર્યા બાદ ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાના અહેવાલ છે જે યોગ્ય નથી, તે પોલ પર રાષ્ટ્રધ્વજ નહોતો, પોલ ખાલી હતો. પોલ પર માત્ર એક જ ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને બાદમાં તેણે પોતે તેને હટાવી લીધો હતો.
Karnataka Hijab Row | There was a report that the national flag was lowered & in place of that a saffron flag was put up but there was no national flag on the poll. Only a saffron flag was hoisted on top of the poll& later they removed it themselves: Shivamogga SP BM Laxmi Prasad pic.twitter.com/3EmS0Wm8C6
— ANI (@ANI) February 8, 2022
Karnataka Hijab Row | Whole situation was under control till Feb 1, only when some political parties instigated it there was reaction from the other section of society also. We appeal to students not to take law into their hands: State Primary&Secondary Edu Minister BC Nagesh pic.twitter.com/K7DATmJ9rk
— ANI (@ANI) February 8, 2022
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે રાજ્યના વિવિધ ભાગોમાં વધી રહેલા હિજાબ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને શાંતિ અને સંવાદિતા જાળવવા અપીલ કરી હતી. દરિયાકાંઠાના શહેર ઉડુપીમાં સરકારી પ્રી-યુનિવર્સિટી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કર્યા પછી, કોર્ટે કહ્યું કે તે હવે બુધવારે વધુ સુનાવણી કરશે. જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિતની સિંગલ બેન્ચે કહ્યું, “આ કોર્ટ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા વિનંતી કરે છે. આ અદાલત સામાન્ય જનતાના શાણપણ અને નીતિશાસ્ત્રમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને તેને વ્યવહારમાં અપનાવવામાં આવે તેવી અપેક્ષા રાખે છે.
જસ્ટિસ દીક્ષિતે લોકોને ભારતીય બંધારણમાં વિશ્વાસ રાખવાની શિખામણ આપતાં કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વો જ આ બાબતને જન્મ આપી રહ્યા છે. જસ્ટિસ દીક્ષિતે વધુમાં કહ્યું કે આંદોલન, સૂત્રોચ્ચાર અને વિદ્યાર્થીઓ એકબીજા પર હુમલો કરે એ સારી વાત નથી. આ પહેલા મંગળવારે કર્ણાટકના વિવિધ ભાગોમાં આવેલી કોલેજોમાં હિજાબના સમર્થનમાં અને તેની વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ લોકોને શાંતિની અપીલ કરી હતી.તેમણે કહ્યું કે કોઈને પણ પોલીસ બળનો ઉપયોગ કરવાની તક આપવી જોઈએ નહીં.