AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોનમાં ફુલ નેટવર્ક હોવા છતાં કેમ થાય છે Call Drop ? જાણો આ સમસ્યા પાછળનું ટેકનિકલ કારણ અને ઉકેલવાની સરળ રીતો

મોબાઇલમાં સિગ્નલ પૂરેપૂરા દેખાતા હોવા છતાં વારંવાર કોલ કટ થઈ જવાની સમસ્યાથી ઘણા યુઝર્સ પરેશાન રહે છે. નેટવર્ક બાર માત્ર સિગ્નલ સ્ટ્રેન્થ દર્શાવે છે, કોલ ક્વોલિટી નહીં. નેટવર્ક કન્જેશન, બેન્ડ સ્વિચિંગ કે સોફ્ટવેર ખામી જેવા કારણો સમજીને આ ટિપ્સથી સમસ્યા દૂર કરો.

ફોનમાં ફુલ નેટવર્ક હોવા છતાં કેમ થાય છે Call Drop ? જાણો આ સમસ્યા પાછળનું ટેકનિકલ કારણ અને ઉકેલવાની સરળ રીતો
| Updated on: Sep 02, 2026 | 4:10 PM
Share

ઘણીવાર એવું જોવા મળે છે કે મોબાઇલ સ્ક્રીન પર ફુલ નેટવર્ક બાર દેખાતા હોવા છતાં અચાનક વાતચીત દરમિયાન કોલ કટ (ડ્રોપ) થઈ જાય છે. મોટાભાગના યુઝર્સ એવું માને છે કે ફુલ સિગ્નલનો અર્થ શ્રેષ્ઠ કોલિંગ ક્વોલિટી થાય છે, પરંતુ ટેકનિકલ દ્રષ્ટિએ એવું જરૂરી નથી. નેટવર્ક બાર માત્ર તમારા ફોન સુધી પહોંચતા સિગ્નલની ક્ષમતા (Power) દર્શાવે છે, જ્યારે કોલ ચાલુ રહેવો અને અવાજ સ્પષ્ટ આવવો એ અન્ય ઘણા ટેકનિકલ પરિબળો પર આધાર રાખે છે.

કોલ ડ્રોપ થવાનું સૌથી મોટું કારણ શું?

  • નેટવર્ક કન્જેશન (ટ્રાફિક): જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારમાં એક જ સમયે હજારો લોકો મોબાઈલ નેટવર્ક કે ડેટાનો ઉપયોગ કરતા હોય, ત્યારે નજીકના ટાવર પર ક્ષમતા કરતા વધુ ટ્રાફિકનું દબાણ વધી જાય છે. આ સ્થિતિમાં સિગ્નલ ફુલ બતાવે તો પણ નેટવર્ક સર્વર લિંક ન મળવાથી કોલ કપાઈ જાય છે.
  • બેન્ડ અને ટાવર સ્વિચિંગ: મુસાફરી દરમિયાન અથવા ઝડપથી ગતિ કરતા હો ત્યારે ફોન સતત એક ટાવરથી બીજા ટાવર સાથે કનેક્ટ થતો રહે છે. આ હેન્ડઓવર પ્રોસેસ દરમિયાન યોગ્ય નેટવર્ક સ્વિચિંગ ન થાય તો કોલ તૂટી જાય છે.
  • 5G/4G અને VoLTE સ્વિચિંગ: જો ફોન સતત 5G અને 4G નેટવર્ક વચ્ચે આપમેળે બદલાતો રહેતો હોય અથવા વાઇ-ફાઇ કોલિંગ દરમિયાન ઇન્ટરનેટ અસ્થિર થાય, તો પણ કોલ ડ્રોપ થઈ શકે છે.
  • સોફ્ટવેર અથવા સિમ કાર્ડ: જૂનું આઉટડેટેડ સોફ્ટવેર, નેટવર્ક સેટિંગ્સમાં ખામી અથવા વર્ષો જૂનું ઘસાઈ ગયેલું સિમ કાર્ડ પણ આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે.

કોલ ડ્રોપની સમસ્યાને કેવી રીતે ફિક્સ કરવી?

  • એરપ્લેન મોડ ટૉગલ કરો: ફોનના ‘Airplane Mode’ ને 10-15 સેકન્ડ માટે ચાલુ કરીને પછી બંધ કરો. તેનાથી ફોન નજીકના સૌથી મજબૂત નેટવર્ક ટાવર સાથે નવેસરથી કનેક્ટ થશે.
  • ફોન રીસ્ટાર્ટ કરો: દિવસમાં એકવાર ફોન રીબૂટ કરવાથી નેટવર્ક કેશ મેમરી ક્લિયર થાય છે અને સિગ્નલ સ્ટેબલ બને છે.
  • સોફ્ટવેર અને કેરિયર સેટિંગ્સ અપડેટ: મોબાઇલ સેટિંગ્સમાં જઈને સિસ્ટમ અપડેટ ચેક કરો. ઓપરેટર તરફથી મળતા ‘Carrier Settings Update’ પણ ઇન્સ્ટોલ કરો.
  • નેટવર્ક સેટિંગ્સ રીસેટ: જો સમસ્યા સતત રહેતી હોય તો મોબાઇલના સેટિંગ્સમાં જઈને ‘Reset Network Settings’ વિકલ્પ પસંદ કરો.
  • ઓપરેટરનો સંપર્ક: જો કોઈ ચોક્કસ લોકેશન પર રોજ ફુલ નેટવર્ક હોવા છતાં આ તકલીફ થતી હોય, તો એ તમારા ટેલિકોમ ઓપરેટરના ટાવર સ્લોટ કે બેન્ડવિડ્થની ખામી હોઈ શકે છે, જેની ફરિયાદ કંપનીના કસ્ટમર કેરમાં નોંધાવવી જરૂરી છે.

બચત પણ અને વીમો પણ : LIC એ લોન્ચ કર્યા 2 નવા દમદાર પ્લાન, મળશે ₹24 લાખ સુધીનું કવરેજ અને ગેરંટીડ ઇનકમ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">