AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘AI’એ મહિલાને ગર્ભવતી બનાવી ! 20 વર્ષ પછી દંપતીના ઘરે બાળકની કિલકારી ગૂંજશે

'AI'ને લઈને ઘણા લોકોના મંતવ્યો અલગ અલગ છે, કોઈનું કહેવું છે કે 'AI' નોકરી ખાઈ જશે અથવા તો 'AI' માણસોની વિચારવાની ક્ષમતા પર અસર કરશે. એવામાં હાલમાં 'AI' એ જે કામ કર્યું છે, તેને જોઈને લોકો આશ્ચર્ય થયા છે અને 'AI'ને 'ચમત્કાર' તરીકે ઓળખી રહ્યા છે.

'AI'એ મહિલાને ગર્ભવતી બનાવી ! 20 વર્ષ પછી દંપતીના ઘરે બાળકની કિલકારી ગૂંજશે
| Updated on: Jun 23, 2025 | 7:49 PM
Share

હાલમાં એક દંપતીની સાથે બનેલી ઘટના આજે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. લગભગ 20 વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ માટેનો સંઘર્ષ ચાલ્યો અને હવે જઈને તેમને બાળકની ખુશખબરી મળી છે. 15 વખત IVF ટ્રીટમેન્ટ નિષ્ફળ ગઈ, કેટલાંય નિષ્ણાતોની સલાહ લીધી પરંતુ દરેક વખતે નિરાશા જ હાથ લાગી.

ચમત્કાર કેમનો થયો?

20 વર્ષ સુધી ચાલી રહેલ આ સંઘર્ષનો અંત લાવવો ઘણો મુશ્કેલ હતો પરંતુ એવામાં Columbia Universityમાં બનાવવામાં આવેલા એક AI આધારિત ફર્ટિલિટી ટૂલ દ્વારા આ ચમત્કાર થયો. હા, Columbia Universityમાં બનાવવામાં આવેલ આ ટૂલનું નામ ‘STAR’ (Sperm Track and Recovery) છે. આ ટૂલથી વંધ્યત્વ (ઇન્ફર્ટિલિટી-સંતાન પ્રાપ્તિમાં અસમર્થતા)ની સારવારમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે.

Artificial Intelligence Creates Miracle as Woman Gets Pregnant After Two Decades

જણાવી દઈએ કે, આ ટૂલ દ્વારા મળેલી સફળતા માત્ર મેડિકલ ક્ષેત્ર પૂરતી સીમિત નથી પરંતુ ટેકનોલોજી અને ધીરજનું પણ જીવતું-જાગતું ઉદાહરણ છે. આ સફળતા લાખો યુગલો માટે એક આશાનું કિરણ બની છે. ખાસ કરીને એવા યુગલો માટે કે, જેઓ નિઃસંતાન હોવાના દુ:ખમાંથી પસાર થઈ રહ્યા છે.

‘STAR’ શું છે અને કેવી રીતે કામ કરે છે?

‘STAR’એ એક AI સિસ્ટમ છે, જે વીર્યના નમૂનાઓમાં પણ જીવંત શુક્રાણુઓ શોધી કાઢે છે, જેમાં સામાન્ય રીતે કોઈ શુક્રાણુ હોતા નથી.

  1. આમાં એક માઇક્રોફ્લુઇડિક ચિપ વીર્યના તત્વોને અલગ પાડે છે.
  2.  એક હાઇ-સ્પીડ ઇમેજિંગ સિસ્ટમ લાખો માઇક્રોસ્કોપિક ફ્રેમ્સ રેકોર્ડ કરે છે.
  3. એક મશીન લર્નિંગ એલ્ગોરિધમ છબીઓનું વિશ્લેષણ કરે છે અને છુપાયેલા શુક્રાણુઓને ઓળખે છે.

STAR આ પ્રક્રિયાને થોડા કલાકોમાં જ પૂર્ણ કરી દે છે અને એટલી કાળજી સાથે કરે છે કે શુક્રાણુ ‘IVF’માં ઉપયોગ માટે સક્ષમ રહે છે.

આ દંપતીના કિસ્સામાં, સામાન્ય લેબ ટેકનિશિયન બે દિવસ સુધી સેમ્પલમાંથી એક પણ શુક્રાણુ શોધી શક્યા નહોતા પરંતુ ‘STAR’ ટૂલને માત્ર એક કલાકમાં 44 જીવંત શુક્રાણુઓ મળી આવ્યા. માર્ચ 2025માં કોઈપણ વધુ સર્જરી કે હોર્મોનલ સારવાર વિના IVF કરવામાં આવ્યું અને તે સફળ પણ રહ્યું. હાલમાં, આ દંપતી તેમના પહેલા બાળકની રાહ જોઈ રહ્યું છે.

એઝોસ્પર્મિયા: પુરુષોમાં વંધ્યત્વનું છુપાયેલું કારણ

આ યુગલના કિસ્સામાં, પતિને એઝોસ્પર્મિયા હતો, જેનો અર્થ એ છે કે વીર્યમાં કોઈ શુક્રાણુ જોવા મળતું નથી. જણાવી દઈએ કે, એઝોસ્પર્મિયા બે પ્રકારના હોય છે:

1. Obstructive (અવરોધક) – શુક્રાણુ ઉત્પન્ન થાય છે પણ બહાર નીકળી શકતા નથી.

2. Non-obstructive (બિન-અવરોધક) – શુક્રાણુ શરીરમાં ઉત્પન્ન થતા નથી અથવા તો ખૂબ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે.

આના કારણો શું હોઈ શકે?

જેનેટિક (આનુવંશિક) રોગ, કેન્સરની સારવાર, હોર્મોનલમાં ગડબડી, કોઈ વ્યસન અથવા શારીરિક બંધારણમાં ગડબડ થવી એ આના મુખ્ય કારણો હોઈ શકે છે.

આજે આ STAR ટૂલ ફક્ત શુક્રાણુ ઓળખવામાં મદદ કરે છે પરંતુ ભવિષ્યમાં AI નીચે જણાવેલા ક્ષેત્રમાં પણ મદદ કરી શકે છે:

  •  ઉચ્ચ-ગુણવત્તાવાળા એગ (ઇંડા) અને ગર્ભની ઓળખમાં
  •  ‘IVF’ સફળ થશે તેની સંભાવનાની આગાહી
  •  ટ્રીટમેન્ટની પર્સનલાઇઝ્ડ યોજના
  •  પ્રજનન પેશીઓમાં સૂક્ષ્મ ખામીઓ શોધવામાં

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">