Russia Ukraine War: અમેરિકાએ રશિયન ટેક અને ગેજેટ કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ, તેનો અર્થ શું?

|

Feb 26, 2022 | 3:20 PM

ટીમ કુકે પોતાના એક ટ્વીટમાં કહ્યું, 'હું યુક્રેનની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છું. અમે ત્યાં અમારી ટીમો માટે શક્ય બધું કરી રહ્યા છીએ અને સ્થાનિક માનવતાવાદી પ્રયાસોને સમર્થન આપીશું.

Russia Ukraine War: અમેરિકાએ રશિયન ટેક અને ગેજેટ કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ, તેનો અર્થ શું?
America imposed sanctions on Russian tech and gadget companies (PC:amarujala)

Follow us on

યુક્રેન(Ukraine)ના નાયબ વડાપ્રધાન મિખાઈલો ફેડોરોવે ટેક જાયન્ટ એપલને રશિયામાં જતા પ્રોડક્ટમાં કાપ મૂકવા વિનંતી કરી છે. મિખાઈલો ફેડોરોવે Apple CEO ટીમ કૂકને એક પત્ર લખીને રશિયા (Russia)માં તેના Apple સ્ટોરને તેના ઉત્પાદનોનો પુરવઠો ઘટાડવા માટે કહ્યું છે. મિખાઈલો ફેડોરોવ યુક્રેનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પ્રધાન પણ છે. ફેડોરોવે કૂકને મોકલેલા પત્રની નકલ પણ ટ્વીટર પર શેર કરી છે, જોકે એપલે હજુ સુધી પત્રના જવાબમાં કંઈ કહ્યું નથી.

ટીમ કુકે પોતાના એક ટ્વીટમાં કહ્યું, ‘હું યુક્રેનની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છું. અમે ત્યાં અમારી ટીમો માટે શક્ય બધું કરી રહ્યા છીએ અને સ્થાનિક માનવતાવાદી પ્રયાસોને સમર્થન આપીશું. હું એવા લોકો વિશે વિચારી રહ્યો છું જેઓ અત્યારે નુકસાનના માર્ગમાં છે અને જેઓ શાંતિ માટે બોલાવે છે તે બધામાં જોડાઈ રહ્યો છું.

અમેરિકાએ રશિયાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો

યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાએ તેના ઉત્પાદનોના રશિયામાં નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ તે ઉત્પાદનો પર પણ આ પ્રતિબંધ લગાવ્યો છે, જેની બ્રાન્ડ રશિયાની છે, પરંતુ ઉત્પાદન અમેરિકામાં થાય છે. આ પ્રતિબંધથી અમેરિકન કંપનીઓને ભારે નુકસાન થઈ શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમેરિકાએ આ પ્રતિબંધો યુએસ વેપાર કાયદા હેઠળ લગાવ્યા છે. યુએસ કંપનીઓએ હવે રશિયાને કોમ્પ્યુટર, સેન્સર, લેસર, નેવિગેશન સાધનો અને ટેલિકોમ્યુનિકેશન, એરોસ્પેસ અને દરિયાઈ ઉપકરણ વેચવા માટે લાઈસન્સ મેળવવું પડશે. અમેરિકાએ થોડા વર્ષો પહેલા ચીનની કંપની Huawei પર આવો જ પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે Huaweiને ઘણું નુકસાન થયું હતું.

આ પ્રતિબંધથી રશિયાને કેટલું નુકસાન થશે?

કાનૂની નિષ્ણાતોના મતે ઘણી કંપનીઓ રશિયાને બિલકુલ વેચાણ ન કરવાનું પસંદ કરી શકે છે. લો ફર્મ વિગિન્સ એન્ડ ડાનાના ભાગીદાર ડેન ગોરેને જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક સાધનો બનાવનાર ક્લાયન્ટે ગુરુવારે જ રશિયન ડિસ્ટ્રીબ્યુટરને શિપમેન્ટ મોકલ્યું હતું. તમને જણાવી દઈએ કે ગત વર્ષ અમેરિકાથી રશિયામાં લગભગ 6.4 બિલિયન ડોલરની નિકાસ થઈ હતી.

યુએસનો આ પ્રતિબંધ ટેકનિકલી રીતે રશિયાને અત્યારે બહુ નુકસાન પહોંચાડી શકે તેમ નથી, પરંતુ બ્રિટન, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જે રીતે રશિયન નિકાસ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, તે ચોક્કસપણે રશિયાને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (SIA), જે યુએસ ચિપમેકરનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે કહ્યું છે કે રશિયા સેમિકન્ડક્ટરનો નોંધપાત્ર સીધો ગ્રાહક નથી. સેમિકન્ડક્ટરના ઉપયોગ પર રશિયાનો કુલ ખર્ચ $25 બિલિયન છે, જ્યારે તેનું વૈશ્વિક બજાર એક ટ્રિલિયન ડૉલરનું છે.

આ પણ વાંચો: Russia Ukraine War: ટેક ઈન્ડસ્ટ્રી પણ થશે પ્રભાવિત, મોંઘા થઈ શકે છે ટીવી, સ્માર્ટફોન જેવા ગેજેટ્સ

આ પણ વાંચો: Knowledge: બ્રિટનની રોયલ મિન્ટ આ ખાસ દુર્લભ સિક્કાની કરશે હરાજી, જાણો આ સિક્કો કેમ છે આટલો ખાસ

Next Article