AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેકનોલોજીના જાણકાર લોકો માટે ખાસ તક, 10 હજાર કર્મચારીઓની ભરતી કરવા જઇ રહી છે આ કંપની

ભરતીનો મુખ્ય ઉદ્દેશ્ય UST ના ગ્રાહકોને મદદ કરવાનો છે જેનાથી તેમના બિઝનેસને હ્યુમન-સેન્સર્ડ અપ્રોચ અને ટેક્નોલોજીની મદદથી ટ્રાંસફોર્મ કરી શકાય.

ટેકનોલોજીના જાણકાર લોકો માટે ખાસ તક, 10 હજાર કર્મચારીઓની ભરતી કરવા જઇ રહી છે આ કંપની
UST is going to recruit 10 thousand employees
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:38 PM
Share

ડિજિટલ ટ્રાંસફોર્મેશન સોલ્યુશન કંપની યૂએસટીએ આ વર્ષે ભારત સહિત દુનિયાભરમાં 10,000 થી વધુ નવા કર્મચારીઓને નિયુક્ત (UST Recruitment) કરવાની ઘોષણા કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યુ છે કે તે 10,000 થી વધુ ટેકનીકલ જાણકારી ધરાવનાર લોકોને કામ પર રાખી રહી છે. તેમાં 2000 એન્ટ્રી-લેવલ પદ સામેલ છે. જેમાં ડિજિટલ ટ્રાંસફોર્મેશન, સાયબર સિક્યોરીટી, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાવા. ડેટા સાયંસ અને એન્જીનિયરીંગ, એપ્લિકેશન ડેવલપમેન્ટ અને મોડર્નાઇઝેશન, AI/ML, ઓટોમેશન (RPA/IPA) નું જાણકાર હોવું એક પ્રમુખ સ્કિલ છે.

આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ્ય UST ના ગ્રાહકોને મદદ કરવાનો છે જેનાથી તેમના બિઝનેસને હ્યુમન-સેન્સર્ડ અપ્રોચ અને ટેક્નોલોજીની મદદથી ટ્રાંસફોર્મ કરી શકાય. UST ના જોઇન્ટ ચીફ ઓપરેટિંગ ઓફિસર મનુ ગોપીનાથે કહ્યુ કે, અમારા નવા કર્મચારીઓ નવી ટેકનોલોજી પર કામ કરશે અને એવા પ્રોડક્ટ્સ બનાવશે જેનાથી અમારા ક્લાઇંટ અને તેમના ગ્રાહકોને મદદ મળી શકે. તેમણે વધુમાં કહ્યુ કે, નવા કર્મચારી હાલના પ્રોડક્ટ્સને ડેવલપ કરવામાં મદદ કરશે.

આ દેશોથી કર્મચારીઓની ભરતી કરાશે

કર્મચારીઓની ભરતી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરીકા અને દક્ષિણ અમેરીકા, યુરોપમાંથી કરવામાં આવશે. આ સિવાય એશિયા પેસિફિક દેશોમાંથી ભારત, ઇઝરાયલ, મલેશિયા અને સિંગાપુરમાંથી ભરતી કરવામાં આવશે.

હાલ UST માં 26 હજાર કર્મચારીઓ કામ કરે છે.

તમને જણાવી દઇએ કે, UST કંપની 25 જેટલા દેશોમાં કામ કરે છે અને તેના કુલ 35 કાર્યાલય છે જેમાં કુલ 26 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. હવે કંપની ડિજિટલ સોલ્યુશન્સની માંગને પૂરી કરવા માટે 40 ટકા કર્મચારીઓને વધારવા માંગે છે. માટે દ કંપની 10,000 ટેક-સેવી ક્વોલિફાઇડ કેન્ડિડેટ્સને હાયર કરવાની યોજના બનાવી રહી છે.

આવી રીતે થાય છે સિલેક્શન

UST ને જોઇન કરનાર એન્ટ્રી લેવલ કર્મચારીઓને 100 કલાકના એસીલિરેટેડ સ્કિલ પ્રોગ્રામમાંથી પસાર થવુ પડે છે. UST ના ચીફ જોઇન્ટ ઓફિસરે કહ્યુ છે કે, અમારા હાઇબ્રિડ અને ફ્લેક્સિબલ વર્કપ્લેસ કલ્ચર સાથે, અમે ગ્રાહકોની વ્યાવસાયિક-મહત્વપૂર્ણ સમસ્યાઓનું નિવારણ લાવ્યે છીએ.

આ પણ વાંચો – RAJKOT : વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વાયરલ તાવના સૌથી વધુ કેસ નોંધાયા

આ પણ વાંચો – પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કાર્યક્રમમાં PM મોદીએ રાજકોટને યાદ કર્યું, કહ્યું રાજકોટનું ઋણ કાયમ મારા માથે છે

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">