પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કાર્યક્રમમાં PM મોદીએ રાજકોટને યાદ કર્યું, કહ્યું રાજકોટનું ઋણ કાયમ મારા માથે છે

રાજકોટના લાભાર્થી સાથેના સંવાદ વખતે પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, રાજકોટવાસીઓને મારા પ્રણામ. મને પહેલી વખત એમએલએ રાજકોટવાસીઓએ બનાવ્યો હતો અને રાજકોટનું ઋણ કાયમ મારા માથે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કાર્યક્રમમાં PM મોદીએ રાજકોટને યાદ કર્યું, કહ્યું રાજકોટનું ઋણ કાયમ મારા માથે છે
Rajkot

રાજ્ય સરકારની પાંચ વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગરીબોને અનાજ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અલગ અલગ લાભાર્થીઓ સાથે પી.એમ. મોદીએ સંવાદ કર્યો હતો, જેમાં રાજકોટના (Rajkot) લાભાર્થી નયનાબેન જોશી સાથેના સંવાદ વખતે પ્રધાનમંત્રીએ રાજકોટને યાદ કર્યું હતુ અને કહ્યું હતુ કે રાજકોટવાસીઓને મારા પ્રણામ. મને પહેલી વખત એમએલએ રાજકોટવાસીઓએ બનાવ્યો હતો અને રાજકોટનું ઋણ કાયમ મારા માથે છે. પ્રધાનમંત્રીના આ સંવાદથી કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

કોરોનાકાળમાં રાશન મળતા પરિવાર ખુશ છે – નયનાબેન જોશી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરતા આ યોજનાના લાભાર્થી નયનાબેન જોશીએ કહ્યું હતુ કે કોરોનાકાળમાં વિનામૂલ્યે અનાજ વિતરણ થઇ રહ્યું છે તેના કારણે પરિવાર ખુબ ખુશ છે. નયનાબેન જોશીએ રાજ્ય સરકારની નિતીને આવકારી હતી અને દર મહિને સરળતાથી અનાજ મળી રહ્યું હોવાનું કહ્યું હતું. નયનાબેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાનો લાભ લઇને તેને ભણતર આપવાનું કહ્યું હતું.

રાજકોટ જિલ્લામાં 2.85 લાખ લાભાર્થીઓને મળ્યો લાભ- આર.સી. ફળદુ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિમંત્રી આર.સી. ફળદુએ કહ્યું હતુ કે આ યોજનાથી રાજકોટ જિલ્લાના 2 લાખ 85 હજાર લાભાર્થીઓને લાભ મળ્યો છે. રાજકોટ જિલ્લામાં ગરીબ લોકોને રાશન મળી રહે તે માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રયત્નશીલ છે અને તેના કારણે કોરોનાકાળમાં કોઇને ભૂખ્યા રહેવું પડતું નથી. કોંગ્રેસ પર નિશાન સાધતા ફળદુએ કહ્યું હતુ કે અમે કોઇના નળિયા ગણવામાં રસ નથી પરંતુ વિકાસ કરવામાં રસ છે.

 

આ પણ વાંંચો : રાજકોટમાં એસ.ટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ,ચાર લોકોનાં મોત

આ પણ વાંંચો : Bharuch Nagar Palika: નગરપાલિકા કચરામાંથી કરોડોની કમાણી કરશે, જાણો શું છે ખાસ પ્લાન

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati