Tech News: પાંચ વર્ષમાં 600 સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ થયા હેક, પ્રસારણ મંત્રીએ આપી માહિતી

|

Apr 06, 2022 | 2:14 PM

સાયબર સિક્યોરિટી (Cyber Security) કંપનીઓ લોકોને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવાનું સૂચન કરે છે, પરંતુ જ્યારે સરકારી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સાયબર હુમલા થાય છે ત્યારે મામલો થોડો ગંભીર બની જાય છે.

Tech News: પાંચ વર્ષમાં 600 સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ થયા હેક, પ્રસારણ મંત્રીએ આપી માહિતી
Symbolic Image

Follow us on

ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં દરરોજ તમામ પ્રકારના હેકિંગ થાય છે. હેકર્સ ક્યારેક સરકારને નિશાન બનાવે છે તો ક્યારેક સામાન્ય લોકોને પોતાનો શિકાર બનાવે છે. લોકોના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ દરરોજ હેક થાય છે. ક્યારેક વડાપ્રધાન જેવી મોટી હસ્તીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક થઈ જાય છે. જ્યારે સામાન્ય માણસ હેકિંગનો શિકાર બને છે, ત્યારે સાયબર સિક્યોરિટી (Cyber Security) કંપનીઓ લોકોને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવાનું સૂચન કરે છે, પરંતુ જ્યારે સરકારી વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સાયબર હુમલા થાય છે, ત્યારે મામલો થોડો ગંભીર બની જાય છે.

પાંચ વર્ષમાં 600 સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સાયબર એટેક

અમર ઉજાલાના અહેલ મુજબ અને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) મંગળવારે લોકસભામાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના 600થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે સરકારના ટ્વિટર હેન્ડલ અને ઈ-મેઈલ એકાઉન્ટ હેક થવા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે 2017થી અત્યાર સુધીમાં આવા 641 એકાઉન્ટ હેક થયા છે.

એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 2017માં કુલ 175 એકાઉન્ટ, 2018માં 114 એકાઉન્ટ, 2019માં 61, 2020માં 77, 2021માં 186 અને 28 સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા છે. તેમણે કહ્યું કે આ માહિતી ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ભવિષ્યમાં આવા હેકિંગથી બચવા માટે શું તૈયારી છે?

ભવિષ્યમાં આવા હેકિંગને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં વિશે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું કે CERT-inની સ્થાપના સાયબર સુરક્ષાને વધારવા માટે કરવામાં આવી હતી. તે નવીનતમ સાયબર ધમકીઓ અને ડિજિટલ તકનીકોના સુરક્ષિત ઉપયોગની ખાતરી કરવા માટે નિયમિત ધોરણે તેમને ટાળવાનાં પગલાં અંગે ચેતવણીઓ અને સલાહ આપે છે. તેમણે કહ્યું કે વપરાશકર્તાઓને તેમના ડેસ્કટોપ, મોબાઈલ/સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા અને ફિશિંગ હુમલાઓને રોકવા માટે સિક્યોરિટી ટિપ્સ સમયાંતરે CSIRT જાહેર કરે છે.

આ પણ વાંચો: Tech Tips: બિનજરૂરી મેસેજ નોટિફિકેશનથી મેળવો છૂટકારો, આ રીતે કરો ચેટ્સને મ્યૂટ

આ પણ વાંચો: અહીં માત્ર 85 રૂપિયામાં વેચાય છે ઘર, ખરીદવા માટે લોકોની થઈ પડાપડી !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article