શું તમને પણ જોઈએ છે ટ્વિટર પર બ્લૂ ટિક ? તો અહીં જાણો ટ્વિટર એકાઉન્ટ વેરિફિકેશન પ્રોસેસ

|

Jun 09, 2022 | 8:46 PM

જો તમે ટ્વિટર યુઝ કરતા હોય તો તમે જોયુ હશે કે ઘણા નેતાઓ, ખેલાડી અને સેલેબ્રિટીઓને ટ્વિટર (Twitter) તરફથી તેમના ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટિક (Blue Tick) આપવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ બ્લૂ ટિક તમે પણ મેળવી શકો છો?

શું તમને પણ જોઈએ છે ટ્વિટર પર બ્લૂ ટિક ? તો અહીં જાણો ટ્વિટર એકાઉન્ટ વેરિફિકેશન પ્રોસેસ
TWITTER
Image Credit source: File Photo

Follow us on

Technology news : ટ્વિટર (Twitter) એ વિશ્વની પ્રખ્યાત માઇક્રો બ્લોગિંગ સાઇટ છે. ભારતમાં પણ આ ટ્વિટર એક મુખ્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પૈકીની એક છે. ભારતમાં ટ્વિટરનો ઉપયોગ મોટા ભાગના લોકો પોતાના વિચારો મુકવા માટે કરતા હોય છે. એટલે જ દેશ વિદેશના કેટલાક રાજકીય કે વિવાદીત મુદ્દાઓ પર લોકો ટ્વિટર પર લોકો મોટો પ્રમાણમાં પોતાના પ્રતિભાવો આપતા હોય છે. યુવા પેઢીમાં પણ ટ્વિટરને લઈને ભારે ક્રેઝ છે. આજના યુગમાં આ ટ્વિટર દ્વારા મોટી સેલિબ્રિટીઓ, રાજકારણીઓ, ખેલાડીઓ અને તમામ પ્રખ્યાત સેલિબ્રિટીઓ તેમના વિચારો વ્યક્ત કરે છે. ટ્વિટર યુઝર્સને એકાઉન્ટ વેરિફિકેશન માટે બ્લૂ ટિક આપે છે. બ્લૂ ટિકનો અર્થ છે કે જે યુઝર્સ દ્વારા એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યું છે તે સાચુ છે.

દુનિયાના મોટાભાગના સેલિબ્રિટીઓ, મોટા નેતાઓ, ખેલાડીઓ અને પત્રકારોને ટ્વિટર દ્વારા બ્લૂ ટિક આપવામાં આવી છે. હવે સામાન્ય માણસ પણ બ્લૂ ટિક મેળવી શકશે. આ બ્લૂ ટિક (Blue tick) મેળવવા માટે સંપૂર્ણ વેરિફિકેશન પ્રોસેસ છે. આ માટે યુઝરે પોતે જ અરજી કરવાની રહેશે. ચાલો જાણીએ કે ટ્વિટરની વેરિફિકેશન પ્રોસેસ શું છે અને બ્લૂ ટિક મેળવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

બ્લૂ ટિક કેમ મહત્વપૂર્ણ છે ?

વેરીફાઈ એકાઉન્ટને ટ્વિટર તરફથી બ્લૂ ટિક મળે છે. આ બ્લૂ ટિક બતાવે છે કે એકાઉન્ટ તે જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે જેના નામે તે બનાવવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે એકાઉન્ટ ફેક નથી. બ્લૂ ટિક મેળવીને તમે ફોલોઅર્સ પણ વધારી શકો છો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ટ્વિટર એકાઉન્ટ વેરિફિકેશન માટે કેવી રીતે અરજી કરવી

1. સૌ પ્રથમ તમારે ખાતરી કરવી પડશે કે તમારી પ્રોફાઇલ ટ્વિટરના પ્રવૃત્તિના ઘારાધોરણને પૂર્ણ કરે છે કે નહીં.

2. વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે એકાઉન્ટ સેટિંગ્સમાં જાઓ અને રિક્વેસ્ટ વેરિફિકેશન પર ક્લિક કરો.

3. તમારી સામે પેજ ખુલશે, જેમાં ટ્વિટર વેરિફિકેશન સંબંધિત માહિતી હશે. આ પેજ પર જ Start Now લખેલું હશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.

4. આ પછી તમારે યોગ્ય શ્રેણી પસંદ કરવી પડશે અને જણાવવું પડશે કે તમે કોણ છો .

5. આ પછી તમારે પસંદ કરેલ કેટેગરી માટે પુરાવો આપવો પડશે.

6. હવે તમારે તમારી ઓળખ માટે સત્તાવાર ઈ-મેલ સરનામું, વેબસાઇટ અથવા સરકાર દ્વારા જાહેર કરાયેલ ID આપવું પડશે. આ પછી સબમિટ બટન પર ક્લિક કરો અને ટ્વિટરના જવાબની રાહ જુઓ.

Next Article