AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોબાઇલ એપથી આધાર અપડેટ કરવાની સરળ રીત, ઘરે બેઠા આ રીતે કરો નંબર અપડેટ

આધાર કાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ કરવા માટે હવે કોઈ પણ કેન્દ્રની મુલાકાત લેવાની કે કાગળકામ કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારો નંબર અપડેટ કરી શકો છો.

મોબાઇલ એપથી આધાર અપડેટ કરવાની સરળ રીત, ઘરે બેઠા આ રીતે કરો નંબર અપડેટ
How to Update Aadhaar Mobile Number Online at Home Simple Method Explained
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2026 | 3:48 PM
Share

Aadhaar Mobile Number Update : આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. કોલેજોથી લઈને બેંકો સુધી આધાર કાર્ડ દરેક જગ્યાએ જરૂરી હોય છે.માટે આધારકાર્ડને અપડેટ રાખવું ખૂબજ જરૂરી બને છે. જો તમારો જૂનો મોબાઇલ નંબર આધારકાર્ડ પર હોય, તો તેને આધાર એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઘરેથી જ મોબાઇલ નંબરને અપડેટ કરી શકો છો .

UIDAI એપથી કામ થશે ઝડપી

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ તાજેતરમાં આધાર એપ અપડેટ કરી છે. હવે, વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના આધાર કાર્ડ પર તેમનો મોબાઇલ નંબર અપડેટ કરી શકે છે. આ માટે લાઇનમાં ઉભા રહેવાની કે કાગળકામ કરવાની જરૂર નથી. આ અપડેટ એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ આધાર કેન્દ્રોથી દૂર રહે છે. ઉપરાંત જેમની પાસે કેન્દ્રોની મુલાકાત લેવાનો સમય નથી. Android અને iPhone ઉપકરણોનો ઉપયોગ કરીને પણ ઘરે બેઠા મોબાઇલ નંબર અપડેટ કરી શકાય છે.

મોબાઇલ નંબર કઈ રીતે અપડેટ કરવો

સૌ પ્રથમ તમારા ફોનમાં આધાર એપ ઇન્સ્ટોલ કરો. જો તમારી પાસે પહેલાથી જ તે ઇન્સ્ટોલ કરેલું હોય તો એપના નવા વર્ઝન પર અપડેટ કરો. ત્યારબાદ મોબાઇલમાં એપ ખોલી ‘મોબાઇલ નંબર અપડેટ કરો’ વિકલ્પ પર ટેપ કરો. નવા નંબરની ચકાસણી OTP નો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ પછી ફેસ ઓથેન્ટિકેશન થશે. જ્યાં એપ તમારા ચહેરાને સ્કેન કરશે. ફેસ વેરિફિકેશન બાદ તમારે ડેમોગ્રાફિક અપડેટ્સ માટે રૂપિયા 75 ફી ચૂકવવાની રહેશે. ચુકવણી થઈ ગયા બાદ તમારો અપડેટ કરેલ નંબર ડેટાબેઝમાં સાચવવામાં આવશે.

નવા ફોનમાં આધાર એપ પહેલાથી ઇન્સ્ટોલ હશે !

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે સરકાર બધા નવા ફોનમાં આધાર એપ પ્રીલોડ કરવા માંગે છે . સરકાર ઇચ્છે છે કે વપરાશકર્તાઓને અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર ન પડે. એપલ, ગૂગલ અને સેમસંગ જેવી કંપનીઓ આ સરકારી પ્રસ્તાવનો વિરોધ કરી રહી છે.

રસ્તા પર સફેદ અને પીળી લાઇન શા માટે હોય છે? જાણો ડ્રાઇવિંગના આ ખાસ નિયમો…વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">