AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Comet: પ્રતિ કલાકે 35 હજાર કિમીની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે ઈતિહાસનો સૌથી મોટો ધૂમકેતુ, દુનિયા ખતરામાં ?

Biggest Ever Comet: આ ધૂમકેતુનું દળ લગભગ 500 ટ્રિલિયન ટન છે અને તેનું icy nucleus 128 કિમી પહોળું છે, જે અન્ય જાણીતા ધૂમકેતુઓના કેન્દ્રો કરતાં 50 ગણું મોટું છે.

Comet: પ્રતિ કલાકે 35 હજાર કિમીની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે ઈતિહાસનો સૌથી મોટો ધૂમકેતુ, દુનિયા ખતરામાં ?
History's largest comet (NASA)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 6:54 AM
Share

અત્યાર સુધીનો સૌથી મોટો ધૂમકેતુ (Comet) 35,405 kmphની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. આ ધૂમકેતુનું દળ લગભગ 500 ટ્રિલિયન ટન છે અને તેનું icy nucleus 128 કિમી પહોળું છે, જે અન્ય જાણીતા ધૂમકેતુઓના કેન્દ્રો કરતાં 50 ગણું મોટું છે. પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA) નું માનવું છે કે તે સૂર્યથી લગભગ 1.60 અબજ કિમીથી વધુ નજીક નહીં આવે. ઈન્ડિપેન્ડેન્ટના અહેવાલ મુજબ C/2014 UN271 નામનો ધૂમકેતુ પહેલીવાર નવેમ્બર 2010 માં એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલા જોવામાં આવ્યો હતો, એ સમયે તે સૂર્યથી 4.82 અબજ કિમીના અંતરે હતું અને સૂર્યમંડળના કિનારેથી તેના કેન્દ્ર તરફ યાત્રા કરી રહ્યું હતું. તેનું દળ અન્ય ધૂમકેતુઓ કરતા 100,000 ગણું મોટું છે. જે સામાન્ય રીતે સૂર્યની નજીક જોવા મળે છે.

હબલ સ્પેસ ટેલિસ્કોપ આકારનો કર્યો ખુલાસો

પૃથ્વી અને અવકાશમાં ટેલિસ્કોપનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો ત્યારથી તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે 2031માં તેની યાત્રા આપણાથી શનિ જેટલી દૂર સ્થિત એક બિંદુ પર સમાપ્ત થશે. તેનું નિરીક્ષણ કરી રહેલા વૈજ્ઞાનિકો જાણતા હતા કે તે એક વિશાળ ધૂમકેતુ છે, પરંતુ તેના વિશાળ કદનો તાજેતરનો અંદાજ હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી તસવીરો પરથી લગાવવામાં આવ્યો છે.

ધૂમકેતુ શોધવો એ પણ એક કળા છે

ધૂમકેતુનું કદ નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે કારણ કે તેની આસપાસ ઘણા બધા ધૂળના કણો છે, જેના કારણે તેને જોવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ વૈજ્ઞાનિકોએ ધૂમકેતુની મધ્યમાં તેજસ્વી બિંદુઓને નજીકથી જોઈને અને કમ્પ્યુટર મોડલ્સનો ઉપયોગ કરીને તે શોધી કાઢ્યું. આ ધૂમકેતુ અબજો વર્ષ જૂનો છે અને તે આપણા સૌરમંડળના શરૂઆતના દિવસોનો અવશેષ છે.

આ પણ વાંચો: Tech News: iPhone 13 પણ હશે મેડ ઈન ઈન્ડિયા, જાણો ભારતમાં ક્યાં થશે તેનું પ્રોડક્શન

આ પણ વાંચો: Viral Video: શખ્સના હાથમાં જોવા મળ્યા નાના ‘સોનાના કાચબા’, વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">