Tech Tips: મોબાઈલ દ્વારા ATMમાંથી ઉપાડી શકશો કેશ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

|

Apr 11, 2022 | 2:25 PM

જો વપરાશકર્તાઓ તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ઘરે ભૂલી જાય છે તો પણ તેઓ ATMમાંથી રોકડ ઉપાડી (ATM Cash Withdrawal)  શકશે. આમાં મોબાઈલ ફોનની મદદથી ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે.

Tech Tips: મોબાઈલ દ્વારા ATMમાંથી ઉપાડી શકશો કેશ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
RBI New Cash Without Card Service 2022

Follow us on

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સુરક્ષિત વ્યવહારો માટે કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધા (Cash Without Card) શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં વપરાશકર્તાઓ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિના ATMમાંથી રોકડ ઉપાડી શકશે. તેનાથી કાર્ડથી થતાં ફ્રોડને રોકવામાં મદદ મળશે. ઉપરાંત, જો વપરાશકર્તાઓ ઘરે તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ભૂલી જાય તો તેઓ ATMમાંથી રોકડ ઉપાડી (ATM Cash Withdrawal)  શકશે. આમાં મોબાઈલ ફોનની મદદથી ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે.

રિઝર્વ બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મોબાઈલ ઓથેન્ટિકેશન દ્વારા રોકડ વ્યવહારો કરી શકાય છે. પરંતુ ભારતીય રિઝર્વ બેંકે એ પણ સ્પષ્ટતા કરી છે કે કાર્ડલેસ કેશ વિડ્રોઅલ સિસ્ટમ પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવાની સુવિધા બંધ કરવામાં આવશે નહીં.

શું છે સુવિધા

યુઝર્સને રોકડ ઉપાડવા માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સાથે રાખવાની સમસ્યામાંથી છૂટકારો મળશે. સાથે જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી પણ છૂટકારો મળશે. કાર્ડની સુવિધા વિના રોકડ માટે વપરાશકર્તાઓએ રજિસ્ટર્ડ મોબાઈલ અને UPI ID સાથે સ્માર્ટફોનને કનેક્ટ કરવાની જરૂર રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કાર્ડ વિના રોકડ કેવી રીતે ઉપાડવી

  1. કાર્ડ વિના રોકડ ઉપાડવા માટે વપરાશકર્તાને UPI IDની જરૂર પડશે.
  2. આ પછી ટ્રાન્ઝેક્શનને UPI દ્વારા પ્રમાણિત કરવું પડશે.
  3. જ્યારે તમે એટીએમમાં ​​રોકડ ઉપાડવા જાઓ છો, ત્યારે તમારે કાર્ડ વિના રોકડ ઉપાડવા માટે એટીએમ સ્ક્રીન પર બતાવેલ
  4. Cardless Withdrawal વિકલ્પ પસંદ કરવો પડશે.
  5. આ પછી ATM સ્ક્રીન પર એક QR કોડ દેખાશે. આ QR ને UPI એપની મદદથી સ્કેન કરવાનું રહેશે.
  6. આ પછી યુઝર્સે UPI પિન નાખવો પડશે. ત્યારબાદ તમે એટીએમમાંથી તમારી જરૂરીયાત મુજબ રોકડ ઉપાડી શકશો.

નોંધ – કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા હાલમાં કેટલીક બેંકો જેવી કે ICICI અને SBI બેંક પર ઉપલબ્ધ છે. આ સુવિધા ટૂંક સમયમાં અન્ય બેંકોના ATMમાં પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ એટીએમને થર્ડ પાર્ટી એપથી પણ એક્સેસ કરી શકાશે.

આ પણ વાંચો: Tips And Tricks: Laptop ખોલતા જ સ્ટાર્ટ થઈ જશે, સમયનો બગાડ નહીં થાય, જાણો આ કમાલની ટ્રિક

આ પણ વાંચો: Tech Tips: તમારા પાન કાર્ડ પર અન્ય કોઈએ તો નથી લીધીને લોન?, આ ઓનલાઈન રીતથી કરો ચેક

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article