AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Form-16 શું છે? Income Tax Return માટે તેની અગત્યતા અને ઉપયોગ વિશે જાણો વિગતવાર માહતી

Form-16 : આવકવેરા રિટર્ન (Income Tax Return)ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ પગારદાર કરદાતાઓને તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ-16 મળવાનું શરૂ થઇ ગયું હશે. આ વખતે કંપનીઓ તેમના કર્મચારીઓને 15 જૂનથી ફોર્મ-16 આપવાનું શરૂ કરે છે.

Form-16 શું છે? Income Tax Return માટે તેની અગત્યતા અને ઉપયોગ વિશે જાણો વિગતવાર માહતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 11:43 AM
Share

Form-16 : આવકવેરા રિટર્ન (Income Tax Return)ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ પગારદાર કરદાતાઓને તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ-16 મળવાનું શરૂ થઇ ગયું હશે. આ વખતે કંપનીઓ તેમના કર્મચારીઓને 15 જૂનથી ફોર્મ-16 આપવાનું શરૂ કરે છે. જે કરદાતાઓ પગારદાર છે તેમના માટે ફોર્મ-16(ITR  Form 16) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ(ITR Filing) કરવાનું ઝંઝટ મુક્ત બનાવે છે. આ અહેવાલમાં અમે તમને  ફોર્મ-16 અંગે અગત્યની માહિતી જણાવી રહ્યા છે.

કંપનીઓ માટે ફરજિયાત

રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં ફોર્મ-16 ખુબ અગત્યનો દસ્તાવેજ છે. તેમાં કર્મચારીને આપવામાં આવેલ પગાર, કર્મચારી દ્વારા દાવો કરાયેલી કપાત અને એમ્પ્લોયર દ્વારા કાપવામાં આવેલ TDS એટલે કે સ્ત્રોત પર કર કપાતની માહિતી શામેલ છે. આવકવેરા કાયદાની કલમ 203 હેઠળ, કંપનીઓ માટે તેમના કર્મચારીઓને ફોર્મ-16 આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં તેમની આવક પર કાપવામાં આવેલા TDSની સંપૂર્ણ વિગતો હોય છે.

સમયમર્યાદાની રાહ જોશો નહીં

હવે જ્યારે કંપનીઓ આજથી ફોર્મ-16 આપવાનું શરૂ કરશે ત્યારે શક્ય છે કે તમને તે પણ જલ્દી મળી જશે. ફોર્મ-16 તમને મળે પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં સમય વેડફવો જોઈએ નહીં. આ વખતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમે કોઈપણ દંડ કે કાયદાના ભાગની કાર્યવાહી  વિના 31મી જુલાઈ 2023 સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. સમયમર્યાદા પૂર્ણ રાહ જોવી યોગ્ય ગણાશે નહિ  કારણ કે છેલ્લા દિવસોમાં પોર્ટલ પર ટ્રાફિક વધવાને કારણે સમસ્યાઓ ઊભી થતી હોય છે.

આ 5 બાબતોનું ધ્યાન રાખો

  •  તમારો PAN નંબર સાચો છે કે નહીં તેની ખાતરી કરો. જો તે ખોટું હોય તો તમે આવકવેરા રિફંડનો દાવો કરી શકશો નહીં.
  • ફોર્મ-16માં તમારું નામ, સરનામું અને કંપનીનો TAN નંબર બરાબર છે કે નહીં તે ચકાસણી કરી લો.
  • ફોર્મ-16ની કર કપાતને ફોર્મ-26AS અને AIS સાથે સરખામણી કરી ખાતરી કરો.
  • જો તમે ઓલ્ડ ટેક્સ રિજીમ પસંદ કરી હોય તો ટેક્સ બચત કપાતની વિગતો તપાસો.
  • જો તમે 2022-23 દરમિયાન નોકરી બદલી હોય તો જૂની કંપની પાસેથી પણ ચોક્કસપણે ફોર્મ-16 એકત્રિત કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">