કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર , સરકારે Income Tax અને GST અનુપાલનની સમય સીમા લંબાવી

કોવિડ -19 ની બીજી લહેરના કારણે વધી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્કમટેક્સ(income tax) અને ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ(GST) માટેની મુદત લંબાવી છે સાથેસાથે લેટ ફી માફ કરી દીધી છે.

કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર , સરકારે Income Tax અને  GST અનુપાલનની સમય સીમા લંબાવી
કોરોનની ગંભીર સ્થિતિ વચ્ચે સરકારે ઇન્કમે ટેક્સ અને GST રિટર્ન મામલે સમય સીમા અને લેટ ફી માં છૂટછાટ આપી છે
Follow Us:
| Updated on: May 02, 2021 | 4:28 PM

કોવિડ -19 ની બીજી લહેરના કારણે વધી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્કમટેક્સ(income tax) અને ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ(GST) માટેની મુદત લંબાવી છે સાથેસાથે લેટ ફી માફ કરી દીધી છે. નાણાં મંત્રાલયને ત્રણ મહિના સુધી રાહત માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સહિતના અનેક ઉદ્યોગની રજૂઆતો પ્રાપ્ત થઈ છે. દેશમાં કોવિડ કેસ વધી રહ્યા હોવાથી નિષ્ણાતોનું માનવું છે કે સરકારે સમયસીમાંને વધારવાની જરૂર છે.

વિલંબિત અથવા રિવાઇઝડ ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે નાણાંકીય વર્ષ 2019-20 માટે સમય વધારામાં રાહત આપવામાં આવી છે, GSTR -1 (sales return), GSTR 3B(summary return), GSTR -4 (annual composition return), અપીલ ફાઇલ કરવા, ટેક્સની ચુકવણી, વ્યાજના દરમાં રાહત, લેટ ફીમાં માફીનો સમાવેશ થાય છે.

” COVID-19 રોગચાળાની ગંભીર પરિસ્થિતિ કારણે ઉદવાયેલ વિપરીત સંજોગોને ધ્યાનમાં રાખીને અને દેશભરના કરદાતાઓ, કર સલાહકારો અને અન્ય હોદ્દેદારોની પ્રાપ્ત અનેક વિનંતીઓને ધ્યાનમાં રાખીને, વિવિધ પાલનની તારીખોમાં રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રયત્ક્ષ કરવેરા બોર્ડ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે કેટલીક સમયમર્યાદા વધારી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાહતનાં પગલાં હેઠળ સરકારે માર્ચ અને એપ્રિલ મહિના માટે summary return અથવા GSTR B ભરવાની લેટ ફી માફ ફરી છે . કરદાતાઓ જેમનું રૂ 5 કરોડ સુઘી અને 5 કરોડથી વધુનાં ટર્નઓવર છે તેમને અનુક્રમે અનુક્રમે 30 દિવસ અને 15 દિવસ સુધી રાહત આપી છે. ડીલરો દ્વારા વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ 30 એપ્રિલથી વધારીને ૩૧ મેં કરવામાં આવી છે. GSTR 1 અથવા સેલ્સ રિટર્ન માટેની નિયત તારીખ એક મહિના વધારીને 26 મે કરવામાં આવી છે.

દિલ્હી, મુંબઇ ,હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં શહેરોમાં લોકડાઉનનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્સના નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે જો પાલનની સમયરેખાઓ લંબાવામાં ન આવે તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સૌથી વધુ અસર થશે.

5 કરોડથી વધુનું ટર્નઓવર સાથે જીએસટી આકારણી માટે 15 દિવસના વિલંબ માટે વ્યાજ દર ઘટાડી 9 ટકા કરી દેવામાં આવ્યો છે. પ્રથમ 15 દિવસ માટે 5 કરોડ રૂપિયાના ટર્નઓવર માટે વ્યાજ માફી આપવામાં આવી છે જયારે પછીના 15 દિવસ માટે 9 ટકા દર કરાયો છે,

આવકવેરાની વાત કરીએ તો સરકારે આકારણી વર્ષ 2020-21 અંતર્ગત વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 મે 2021 સુધી લંબાવી છે જે અગાઉ 31 માર્ચથી 2121 સુધી હતી. ITએક્ટની કલમ 148 હેઠળની નોટિસના જવાબમાં આવકવેરા રિટર્ન સમયમર્યાદા 1 એપ્રિલથી વધારીને 31 મે કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત Dispute Resolution Panel (DRP) સામે વાંધા નોંધાવવાની અને કમિશનરને અપીલ ફાઇલ કરવાની તારીખ 31 મે સુધી લંબાવી દેવામાં આવી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">