Income Tax : 28 ફેબ્રુઆરી સુધી નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર
તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે.
કર્મચારીઓ દર વર્ષે સરકારને આવકવેરો(Income Tax Department) ચૂકવે છે. જો તમે પણ ટેક્સ ચૂકવો છો, તો નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-2021) માટે શક્ય તેટલી વહેલી તકે ITR ચકાસણી કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જો તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ હજુ સુધી ITR વેરિફિકેશન પૂર્ણ કર્યું નથી તો બને તેટલું જલ્દી પૂર્ણ કરો અન્યથા તમને પછીથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ITR વેરિફિકેશન(ITR Verification) માટેની છેલ્લી તારીખ 28મી ફેબ્રુઆરી 2022 છે. જો તમે આ તારીખ સુધીમાં ITR વેરિફિકેશન ન કર્યું હોય તો ITR અમાન્ય ગણાશે.
આ મામલામાં માહિતી આપતા આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું છે કે “જો તમે નાણાકીય વર્ષ 2020-2021 માટે ITR વેરિફિકેશન નથી કરાવ્યું, તો આ કામ શક્ય તેટલું જલ્દી કરો. તમારે આ કામ 28 ફેબ્રુઆરી 2022 પહેલા પૂર્ણ કરવું પડશે. વધુ રાહ ન જુઓ ‘
Pl verify your ITR filed for AY 2020-21 today, if you haven’t verified it as yet! The extended date for verification/e-verification is 28th February, 2022. Don’t wait any longer. Pl visit: https://t.co/GYvO3mStKf#ITR #VerifyNow pic.twitter.com/bGECpzPhXn
— Income Tax India (@IncomeTaxIndia) February 25, 2022
ઇન્કમટેક્સ રિટર્ન ચકાસવાની રીત
તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે. જો તે આ સમયગાળા દરમિયાન વેરિફિકેશન પૂર્ણ ન થાય તો IT કાયદા મુજબ તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય રહેશે.
ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય?
- ઇ-વેરિફિકેશન પ્રક્રિયા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ‘ઇ-વેરીફાઇ રિટર્ન્સ’ ક્વિક લિંક પર ક્લિક કરો.
- પછી PAN, આકારણી વર્ષ વગેરે જેવી જરૂરી માહિતી ભરો.
- હવે ‘E-Verify’ પર ક્લિક કરો.
- આ પછી તમે તમારો ઈ-વેરિફિકેશન કોડ (EVC) જનરેટ થશે.
તમે આ 4 વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો
1. બેંક શાખા 2. નેટ-બેન્કિંગ 3. આધાર કાર્ડ 4. ડીમેટ ખાતું
કરદાતા આ 4 વિકલ્પોનો ઉપયોગ કરીને ઈ-વેરિફિકેશન કરી શકે છે. તમે વેબસાઇટ https://www.incometax.gov.in પર જઈને બાકીની વિગતો ચકાસી શકો છો.
આ પણ વાંચો : ચિંતાના સમાચાર : વિધાનસભા ચૂંટણીઓ પછી 8 રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે પેટ્રોલ – ડીઝલ
આ પણ વાંચો : Forex Reserve :સોનાના ચળકાટે દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરી, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન