AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ

માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ડેટા પ્રોટેક્શન એક્ટના હાલના ડ્રાફ્ટને રદ્દ કરવાની કોઈ યોજના નથી. અને સંબંધિત પક્ષકારો પાસેથી મળેલા તમામ સૂચનોના આધારે જટિલ મુદ્દાઓ ઉકેલાય તેવી અપેક્ષા છે.

ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ
Union Minister Ashwini Vaishnav (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 4:48 PM
Share

માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે  (Ashwini Vaishnaw) કહ્યું છે કે ડેટા પ્રોટેક્શન બિલના (Data Protection Bil) ડ્રાફ્ટ પર સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા ચાલી રહી છે. સરકારને મોનસૂન સત્ર સુધીમાં આ અંગે સંસદની મંજૂરી મળવાની અપેક્ષા છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે ડેટા પ્રોટેક્શન કાયદાના હાલના ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી અને સંબંધિત પક્ષો તરફથી મળેલા તમામ સૂચનોના આધારે જટિલ મુદ્દાઓ ઉકેલાઈ જવાની અપેક્ષા છે. આ મુદ્દે સંસદીય સમિતિના સ્તરે પણ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે.

ડેટા પ્રોટેક્શન બિલમાં નાગરિકોના અંગત ડેટાને સુરક્ષિત રાખવાની જોગવાઈઓ કરવા ઉપરાંત, ડેટા પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. આમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ સંસ્થા વ્યક્તિની સંમતિ વિના વ્યક્તિ સંબંધિત અંગત માહિતીનો ઉપયોગ કરી શકે નહીં.

વ્યક્તિગત ડેટા પ્રોટેક્શન બિલ, 2019 પર રચાયેલી સંસદની સંયુક્ત સમિતિએ 16 ડિસેમ્બર, 2021ના રોજ સંસદના બંને ગૃહોમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં વિવિધ પાસાઓ પર અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા હતા.

સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે

વૈષ્ણવે પીટીઆઈ-ભાષાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ડેટા પ્રોટેક્શન પર ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ ઘણો વ્યાપક છે. તેમણે કહ્યું, “તે ચોક્કસપણે એક જટિલ બાબત છે.”  આ મુદ્દાઓને ઉકેલવાની જરૂર છે. હું આશા રાખું છું કે આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

આઈટી મંત્રીએ આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં આ મુદ્દાઓ ઉકેલાઈ જશે. અમે બજેટ સત્રને જ ટાર્ગેટ કર્યું હતું, પરંતુ ચોમાસુ સત્ર સુધીમાં તેને પૂર્ણ કરવું જોઈએ. એમ પૂછવામાં આવ્યું કે શું સરકાર ચોમાસુ સત્ર સુધીમાં ડેટા પ્રોટેક્શન બિલના ડ્રાફ્ટ પર સંસદની મંજૂરી મેળવવાની અપેક્ષા રાખે છે, વૈષ્ણવે સકારાત્મક જવાબ આપ્યો અને કહ્યું કે સરકારે આને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે.

ડેટા પ્રોટેક્શન બિલમાં વ્યક્તિઓના અંગત ડેટાનો ઉપયોગ અને પ્રવાહનું વર્ગીકરણ કરવા ઉપરાંત, વ્યક્તિગત ડેટાની પ્રક્રિયાને લગતા વ્યક્તિગત અધિકારોના રક્ષણ માટેની દરખાસ્તો પણ છે. આ ઉપરાંત, ડેટા પ્રોસેસિંગ એકમોની જવાબદારી નક્કી કરવી અને અનધિકૃત ઉપયોગના કિસ્સામાં લેવામાં આવતા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડેટા પ્રોટેક્શન બિલમાં સરકારને તેની તપાસ એજન્સીઓને એક્ટની જોગવાઈઓમાંથી કેટલીક છૂટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે. જેનો વિરોધ કરતાં વિરોધ પક્ષોના સભ્યોએ પણ પોતાની અસહમતી દર્શાવી હતી.

આ પણ વાંચો : છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ ઘટ્યો, રોકાણકારોના રૂ. 10.51 લાખ કરોડ ધોવાયા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">