AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Refund: Income Tax વિભાગે કરદાતાઓને 1.23 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા, આ રીતે તપાસો તમારા રિફંડની સ્થિતિ

સીબીડીટીએ 1 એપ્રિલ, 2021 અને નવેમ્બર 22, 2021 વચ્ચે 1.11 કરોડ કરતાં વધુ કરદાતાઓને રૂ. 1,23,667 કરોડથી વધુનું રિફંડ આપ્યું છે. 1,08,88,278 કેસમાં રૂ 41,649 કરોડનું ઇન્કમ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.

IT Refund: Income Tax વિભાગે કરદાતાઓને 1.23 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા, આ રીતે તપાસો તમારા રિફંડની સ્થિતિ
Income tax refunds
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 8:17 AM
Share

આવકવેરા વિભાગે(Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ (2021-22)માં 22 નવેમ્બર સુધી 1.11 કરોડથી વધુ કરદાતાઓને રૂ 1,23,667 કરોડથી વધુ રિફંડ આપ્યું છે. આ આંકડો 1 એપ્રિલ 2021 અને 22 નવેમ્બર 2021 વચ્ચે કરવામાં આવેલા રિફંડનો છે. આ રકમમાં વ્યક્તિગત આવકવેરાનું રિફંડ રૂ 41,649 કરોડ જ્યારે કોર્પોરેટનું રિફંડ રૂ 82,018 કરોડ હતું.

આવકવેરા વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “સીબીડીટીએ 1 એપ્રિલ, 2021 અને નવેમ્બર 22, 2021 વચ્ચે 1.11 કરોડ કરતાં વધુ કરદાતાઓને રૂ. 1,23,667 કરોડથી વધુનું રિફંડ આપ્યું છે. 1,08,88,278 કેસમાં રૂ 41,649 કરોડનું ઇન્કમ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે. 1,81,218 કેસમાં રૂ 82,018 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું છે.

નોંધપાત્ર છે કે છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા હતા. આ નાણાકીય વર્ષ 2019-20માં જારી કરાયેલા રૂ 1.83 લાખ કરોડના રિફંડ કરતાં 43.2 ટકા વધુ છે.

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ પરથી રિફંડની સ્થિતિ આ રીતે તપાસો

  • સૌથી પહેલા તમારે વેબસાઇટ www.incometax.gov.in પર જવું પડશે.
  • યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરો.
  • લોગીન કર્યા પછી, તમને ઈ-ફાઈલિંગનો વિકલ્પ દેખાશે.
  • હવે તમે ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો
  • તે પછી View File Return પર ક્લિક કરો.
  • હવે તમારા ITRની વિગતો બતાવવામાં આવશે.

ITR ફાઈલ કરતાં પહેલા પતાવીલો  આ કામ  સરકારે તાજેતરમાં આકારણી વર્ષ 2021-22 માટે ઇન્કમટેક્સરિટર્ન ભરવાની તારીખ ત્રણ મહિના લંબાવી છે. AY 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ ત્રણ મહિના વધારીને 31 ડિસેમ્બર, 2021 સુધી કરવામાં આવી છે. CBDTની માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ કરદાતા આ તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામાં સક્ષમ ન હોય તો તેણે લેટ ફી ચૂકવવી પડશે અને વિલંબિત ITR ફાઇલ કરવું પડશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા ઘણી બધી બાબતો પણ ધ્યાન આપવું જરૂરી છે.

PAN અને Adhaar ને લિંક કરો રિટર્ન ફાઇલ કરતા પહેલા આ સૌથી મહત્વની બાબત છે. તમારે તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) તમારા આધાર સાથે લિંક કરવો પડશે. તે જ સમયે, PAN-Adhaar લિંક કરવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. હવે તેને 31 માર્ચ 2022 સુધી લિંક કરી શકાશે.

આ પણ વાંચો :  SBI ALERT : SBI એ તેના ગ્રાહકોને આપી સૂચના! બેન્કિંગ સેવા ચાલુ રાખવી હોય તો ફટાફટ પતાવીલો આ કામ, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">