Income Tax Refund :કરદાતાઓ માટે સારા સમાચાર, આવકવેરા વિભાગે 45,896 કરોડ રૂપિયા રિફંડ જારી કર્યું, આ રીતે જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે CBDT એ 1 એપ્રિલ, 2021 અને 02 ઓગસ્ટ, 2021 ની વચ્ચે 21.32 લાખથી વધુ કરદાતાઓને 45,896 કરોડ રૂપિયાનું આવકવેરા રિફંડ જારી કર્યું છે. 2012802 કેસમાં 13964 જારી કરાયા છે અને 1,19,173 કોર્પોરેટ ટેક્સ કેસોમાં 32,203 કરોડ રિફંડ અપાયું છે.
જો તમે પણ આવકવેરા રિફંડ(income tax refund)ની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આવકવેરા વિભાગે(Income tax department) ચાલુ નાણાંકીય વર્ષના 1 એપ્રિલથી 2 ઓગસ્ટ વચ્ચે 21.32 લાખ કરદાતાઓ(taxpayers) ને આશરે 45,896 કરોડ રૂપિયાના રિફંડ જારી કર્યા છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. IT વિભાગે 21.32 વ્યક્તિગત કેસોમાં 13,694 કરોડ રૂપિયાના રિફંડ જારી કર્યા છે. બીજી તરફ 1,19,173 કોર્પોરેટ કેસોમાં 32,203 કરોડનું રિફંડ જારી કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે CBDT એ 1 એપ્રિલ, 2021 અને 02 ઓગસ્ટ, 2021 ની વચ્ચે 21.32 લાખથી વધુ કરદાતાઓને 45,896 કરોડ રૂપિયાનું આવકવેરા રિફંડ જારી કર્યું છે. 2012802 કેસમાં 13964 જારી કરાયા છે અને 1,19,173 કોર્પોરેટ ટેક્સ કેસોમાં 32,203 કરોડ રિફંડ અપાયું છે.
CBDT issues refunds of over Rs. 45,896 crore to more than 21.32 lakh taxpayers between 1st April, 2021 to 02nd August, 2021. Income tax refunds of Rs. 13,694 crore have been issued in 20,12,802 cases & corporate tax refunds of Rs. 32,203 crore have been issued in 1,19,173 cases.
— Income Tax India (@IncomeTaxIndia) August 7, 2021
ઇન્કમ ટેક્સ રિફંડ સ્ટેટ્સ તપાસવાની રીત
1. NSDL ની વેબસાઇટ પર તપાસો- >> તમે તમારી રિફંડ સ્થિતિ www.incometaxindia.gov.in અથવા www.tin-nsdl.com પર ઓનલાઈન ચકાસી શકો છો. >> આમાંથી કોઈપણ વેબસાઈટ પર લોગ ઈન કરો અને Status of Tax Refunds ટેબ પર ક્લિક કરો. >> જે વર્ષ માટે રિફંડ બાકી છે તે વર્ષ માટે તમારો પાન નંબર અને આકારણી વર્ષ દાખલ કરો. >> જો ડિપાર્ટમેન્ટે રિફંડની પ્રક્રિયા કરી હોય તો તમને પેમેન્ટ મોડ, રેફરન્સ નંબર, સ્ટેટસ અને રિફંડની તારીખનો ઉલ્લેખ કરતા મેસેજ મળશે. >> જો રિફંડની પ્રક્રિયા કરવામાં આવી નથી અથવા આપવામાં આવી નથી, તો તે મેસેજ આવશે.
2. ઇ-ફાઇલિંગ પોર્ટલ પર આ રીતે તપાસો- >> અહીં ક્લિક કરો અને આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલમાં દાખલ કરો. >> રિટર્ન્સ / ફોર્મ જુઓ. >> માય એકાઉન્ટ ટેબ પર જાઓ અને આવકવેરા રિટર્ન પસંદ કરો. >> સબમિટ પર ક્લિક કરો. >> acknowledgement નંબર પર ક્લિક કરો. >> આવકવેરા રિફંડની સ્થિતિ સાથે તમારી રિટર્નની વિગતો દર્શાવતું પેજ દેખાશે.
ટેક્સ રિફંડ શું છે? નાણાકીય વર્ષમાં આવકવેરા ચૂકવનારના અંદાજિત રોકાણ દસ્તાવેજના આધારે એડવાન્સ ટેક્સ કાપવામાં આવે છે. પરંતુ જ્યારે તે નાણાંકીય વર્ષના અંત સુધીમાં અંતિમ દસ્તાવેજ સબમિટ કરે છે, તો જો ગણતરી પર તેને ખબર પડે કે તેનો ટેક્સ વધુ કાપવામાં આવ્યો છે અને તેણે આવકવેરા વિભાગમાંથી પૈસા ઉપાડવા છે, તો તે રિફંડ માટે ITR દાખલ કરી શકે છે.
આ પણ વાંચો : SEBI એ વર્ષ 2020-21માં કાયદાના ઉલ્લંઘનના 94 કેસોની તપાસ શરૂ કરી, જાણો વિગતવાર
આ પણ વાંચો : IPO : ચાલુ સપ્તાહે 4 કંપનીઓમાં મળશે રોકાણ કરવાની તક, જાણો વિગતવાર