યુઝવેન્દ્ર ચહલ પત્નિ ધનશ્રી સાથે આજકાલ માલદીવમાં મજા માણી રહ્યો છે, જુઓ ધનશ્રીનો વિડીયો

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) તેની પત્નિ ધનશ્રી (Dhanshree) સાથે આજકાલ માલદીવ (Maldives) માં રજાઓ પસાર કરી રહ્યો છે. ધનશ્રી એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વિડીયો શેર કર્યો છે.

યુઝવેન્દ્ર ચહલ પત્નિ ધનશ્રી સાથે આજકાલ માલદીવમાં મજા માણી રહ્યો છે, જુઓ ધનશ્રીનો વિડીયો
Dhanshree-uzvendra Chahal
Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Feb 27, 2021 | 11:53 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) તેની પત્નિ ધનશ્રી (Dhanshree) સાથે આજકાલ માલદીવ (Maldives) માં રજાઓ પસાર કરી રહ્યો છે. ધનશ્રી એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વિડીયો શેર કર્યો છે. ચહલ અને ધનશ્રીએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં જ લગ્ન કર્યા હતા. બંને એ સોશિયલ મિડીયા પર લગ્નની તસ્વીરો શેર કરીને ફેંસને જાણકારી આપી હતી. યુઝવેન્દ્ર ચહલ ઇંગ્લેંડ (England) સામે રમાનારી T20 શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે.

ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે સમુદ્ર કિનારે નજર આવી રહી છે. ધનશ્રી વિડીયોમાં ખૂબ જ ખુશ દેખાઇ રહી છે. સાથે જ તે બંને હાથને ઉપર કરીને હરતી ફરતી જોવા મળી રહી છે. વિડીયો શેર કરતા ધનશ્રીએ લખ્યુ હતુ કે, સ્વર્ગમાં કેટલીક શાનદાર પળોને વિતાવી રહી છુ. યુઝવેન્દ્ર ચહલ એ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં ચહલ અને ધનશ્રી એક સાથે નજર આવી રહ્યા છે. ધનશ્રી સોશિયલ મિડીયા પર ખૂબ જ એકટીવ રહે છે. તે અવાર નવાર પોતાના ડાંસના વિડીયો પણ અપલોડ કરતી રહે છે. આપને એ પણ બતાવી દઇ એ કે, ધનશ્રી ડાન્સ કોરિયોગ્રાફર છે અને તે પોતાની યુ ટ્યુબ ચેનલ પર ખૂબ મશહૂર છે.

યુઝવેન્દ્ર ચહલનુ પ્રદર્શન ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન કંઇક ખાસ નહોતુ રહ્યુ. વન ડે સિરીઝમાં પણ તેની ખૂબ ધુલાઇ થઇ હતી. જોકે તેને T20 શ્રેણી મા તે કારગાર નિવડ્યો હતો. ચહલ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ભારતના મુખ્ય સ્પિનર તરિકેની જવાબદારી નિભાવે છે. તે મહત્વના સમયે વિકેટો ઝડપી આપવાને લઇને જાણીતો છે. ઇંગ્લેંડની સામે પાંચ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ આગામી 12 મી માર્ચે રમાનારી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati