વિશ્વ કપ 2019: મેન ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં ભારતના આ ખેલાડી સહિત 6 ખેલાડીઓ સામેલ

વિશ્વ કપ 2019: મેન ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં ભારતના આ ખેલાડી સહિત 6 ખેલાડીઓ સામેલ

વિશ્વ કપની ફાઈનલ મેચ લોર્ડસના મેદાન પર ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે. બંને ટીમોની નજર પ્રથમ વખત ચેમ્પિયન બનવા પર રહેશે. ચેમ્પિયન બનવાવાળી ટીમને ઈનામ તરીકે 28 કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્યારે ફાઈનલ મેચમાં હારવાવાળી ટીમને 14 કરોડ રૂપિયા મળશે. ચેમ્પિયન બનનારી ટીમને સોના-ચાંદીથી બનેલી 11 કિલોની ટ્રોફી પણ આપવામાં આવશે. ત્યારે બીજી તરફ બધાની […]

Kunjan Shukal

|

Jul 14, 2019 | 5:02 AM

વિશ્વ કપની ફાઈનલ મેચ લોર્ડસના મેદાન પર ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે. બંને ટીમોની નજર પ્રથમ વખત ચેમ્પિયન બનવા પર રહેશે. ચેમ્પિયન બનવાવાળી ટીમને ઈનામ તરીકે 28 કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્યારે ફાઈનલ મેચમાં હારવાવાળી ટીમને 14 કરોડ રૂપિયા મળશે. ચેમ્પિયન બનનારી ટીમને સોના-ચાંદીથી બનેલી 11 કિલોની ટ્રોફી પણ આપવામાં આવશે.

ત્યારે બીજી તરફ બધાની નજર મેન ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડની તરફ છે. આ એવોર્ડની રેસમાં રોહિત શર્મા, શાકિબ અલ હસન, મિશેલ સ્ટાર્ક, જો રૂટ, કેન વિલિયમ્સન અને જોફ્રા આર્ચર પર છે. ત્યારે ગોલ્ડન બેટની દોડમાં પણ રોહિત શર્મા સૌથી આગળ છે. તેમના આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ 648 રન બનાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ મામલે બીજા સ્થાન પર રૂટ અને ત્રીજા સ્થાન પર વિલિયમ્સન છે. રૂટે 549 અને વિલિયમ્સને 548 રન બનાવ્યા છે. બંને ખેલાડીને રોહિત શર્માથી આગળ નીકળવા માટે સદી ફટકારવી પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે બોલિંગમાં ગોલ્ડન બોલ સ્ટાર્કને આપવાનું લગભગ નક્કી છે. તેમને ટૂર્નામેન્ટમાં 27 વિકેટ લીધી છે. બીજા સ્થાન પર કાબિજ મુસ્તફિજુર રહમાનની 20 વિકેટ છે પણ તેમની ટીમ ટૂર્નામેન્ટમાંથી પહેલા જ બહાર થઈ ચૂકી છે. કાબિજ આર્ચર 19 વિકેટ સાથે ત્રીજા સ્થાન પર છે. સ્ટાર્કના પાછળ કરવા માટે તેમને આ મેચમાં 9 વિકેટ લેવી પડશે. સ્ટાર્કે છેલ્લા વિશ્વ કપમાં સૌથી વધારે 22 વિકેટ લીધી હતી.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: રિંગમાં ફરી કિંગ વિજેન્દ્ર સિંહ, અમેરિકાના બોક્સર માઈક સ્નાઈડરને કર્યા નોકઆઉટ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati