ICC T20 World Cup 2021: પાકિસ્તાનની જીત પર ભારતમાં ફટાકડા ફોડવામાં આવતા વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર ગુસ્સે થયા, કર્યું ટ્વિટ
આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમનો પાકિસ્તાન સામે પરાજય થતાં જ દેશના કેટલાક સ્થળોએ ફટાકડા ફોડીને પાકિસ્તાનની જીતની ઉજવણી કરવામાં આવી હતી. વીરેન્દ્ર સહેવાગ તેના પર ગુસ્સે થયો છે.
ICC T20 World Cup 2021 : ICC T20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમને પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ હારથી દરેક ભારતીય નિરાશ થયા હતા.
પરંતુ ભારતના કેટલાક ભાગોમાં ફટાકડા (Firecrackers) ફોડીને પાકિસ્તાનની જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) આ બાબતે નાખુશ છે અને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Firecrackers are banned during Diwali but yesterday in parts of India there were firecrackers to celebrate Pakistan ‘s victory. Achha they must have been celebrating victory of cricket. Toh , what’s the harm in fireworks on Diwali. Hypocrisy kyun ,Saara gyaan tab hi yaad aata hai
— Virender Sehwag (@virendersehwag) October 25, 2021
પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા વીરેન્દ્ર સહેવાગે લખ્યું, “દિવાળી દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ છે, પરંતુ ગઈકાલે (રવિવાર, 24 ઓક્ટોબર) પાકિસ્તાનના વિજયની ઉજવણી માટે ભારતના કેટલાક ભાગોમાં ફટાકડા (Firecrackers) ફોડવામાં આવ્યા હતા. તો દિવાળી પર ફટાકડા ફોડવામાં શું નુકસાન છે. આવો દંભ શા માટે, આ તમામ જ્ઞાન ત્યારે જ યાદ આવે છે.”
ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે લખ્યું છે, જે લોકો પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડી રહ્યા છે તેઓ ભારતીય ન હોઈ શકે. આપણે આપણી ટીમ સાથે ઉભા રહેવું જોઈએ.
Those bursting crackers on Pak winning can’t be Indian! We stand by our boys! #Shameful
— Gautam Gambhir (@GautamGambhir) October 25, 2021
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ (World Cup)ના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાને ભારત સામે જીત મેળવી છે. આ વિજય બાદ ભારતના કેટલાક ભાગોમાંથી એવા અહેવાલો આવ્યા છે કે, પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ લડાઈઓ પણ થઈ છે. ભારતમાં પાકિસ્તાનની જીતની ઉજવણી દેશદ્રોહથી ઓછી નથી. દેખીતી રીતે જ ફટાકડા પાકિસ્તાન પ્રત્યેના પ્રેમથી ફોડવામાં આવ્યા હશે. એવું ચોક્કસપણે નથી કે આવું ક્રિકેટની રમત માટે કરવામાં આવ્યું હશે.
બીજી સૌથી મોટી વાત વીરેન્દ્ર સેહવાગે (Virender Sehwag) ઉઠાવી છે કે, જ્યારે હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળી પર ભારતમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે, તો પછી ક્રિકેટ મેચ પછી ફટાકડા ફોડવાનો શો અર્થ છે અને તે પણ ભારતની જીત નહીં, પાકિસ્તાનની જીત પર ભારતમાં ફટાકડા ફોડવાનો અર્થ છે.
આ પણ વાંચો : IPL 2022 : આજે આઈપીએલને બે નવી ટીમો મળશે, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નવી ફ્રેન્ચાઇઝીની પ્રથમ પસંદગી રહી શકે છે