IPL 2020: ચેન્નઇ માટે કોણ ભરી શકશે રૈનાની ખોટ, ઓલરાંઉન્ડર વોટ્સને જણાવ્યુંં આ મજબુત નામ

|

Sep 18, 2020 | 6:41 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી સફળ બેટ્સમેન પૈકીના એક સુરેશ રૈના આ સિઝનમાં જોવા મળશે નહીં. રૈના થોડા દિવસો પહેલા પારિવારિક કારણોસર યુએઈ પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને તેની ખોટ વર્તાશે. ટીમના ઓલરાઉન્ડર શેન વોટસનનું પણ માનવું છે કે રૈનાનું સ્થાન સરભર કરવુ મુશ્કેલ છે પરંતુ વોટસનના મતે મુરલી વિજય […]

IPL 2020: ચેન્નઇ માટે કોણ ભરી શકશે રૈનાની ખોટ, ઓલરાંઉન્ડર વોટ્સને જણાવ્યુંં આ મજબુત નામ

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી સફળ બેટ્સમેન પૈકીના એક સુરેશ રૈના આ સિઝનમાં જોવા મળશે નહીં. રૈના થોડા દિવસો પહેલા પારિવારિક કારણોસર યુએઈ પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને તેની ખોટ વર્તાશે. ટીમના ઓલરાઉન્ડર શેન વોટસનનું પણ માનવું છે કે રૈનાનું સ્થાન સરભર કરવુ મુશ્કેલ છે પરંતુ વોટસનના મતે મુરલી વિજય પાસે આ ખોટ પુરવા માટે અમુક હદ સુધી ક્ષમતા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચનો રેકોર્ડ રૈનાના નામે છે. વિરાટ કોહલી પછી સૌથી વધુ રન બનાવનારો તે લીગનો બીજો બેટ્સમેન પણ છે. રૈના એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેઓ પ્રથમ સીઝનથી એક જ ટીમ સાથે સંકળાયેલો રહ્યો છે. આવી સ્થિતિમાં સીએસકે માટે રૈના જેવો મહત્વના ખેલાડીની ખોટ પુરવાની બાબત એટલી સરળ રહેશે નહીં.

રૈનાનુ સ્થાન ભરપાઈ કરવુ મુશ્કેલ: વોટસન

ટીમનો સ્ટાર ઓપનર વોટસન પણ એ વાત થી સહમત છે. એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરવા દરમ્યાન વોટસને રૈના અને હરભજન સિંહની ગેરહાજરી અંગે વાત કરતા કહ્યું હતું કે, “અમારે તે બાબત થી ઝઝુમવુ પડશે.” આઇપીએલની તમામ ટીમોની જેમ, CSKની પણ એ વિશેષતા છે કે ટીમમાં એક ગહેરાઇ છે. સુરેશ રૈનાનું સ્થાન ભરવું ખૂબ મુશ્કેલ રહેશે. તેણે આઈપીએલમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવ્યા છે અને ઘણા રેકોર્ડ તેના નામે છે. “વોટસને એમ પણ કહ્યું હતું કે યુએઈની ભેજવાળી સ્થિતિ અને પીચોને જોતા સ્પિનરો અસરકારક સાબિત થશે અને રૈના હંમેશાં સ્પિનરોને સારી રીતે રમી રહ્યો છે, તેથી તે એ ચૂકી જશે.

‘આશા છે કે મુરલી વિજયને આ વખતે તક મળશે’

જોકે, વોટસનનું માનવું છે કે મુરલી વિજય પોતાને અમુક હદ સુધી રૈનાની ખોટને ભરી શકે છે. વોટસનનું માનવું છે કે વિજય યુએઈની પરિસ્થિતીમાં સફળ થવાની ક્ષમતા ધરાવે છે. વોટસને કહ્યું, “બેશક રૈનાની ગેરહાજરી એ એક મોટું નુકસાન છે, પરંતુ અમારી પાસે મુરલી વિજય છે, જે એક શાનદાર ખેલાડી છે. તેને છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન T-20 ક્રિકેટમાં વધારે તકો મળી નથી, પરંતુ તે ખરેખર સારો બેટ્સમેન છે. ”

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વોટસનને આશા હતી કે ગયા વર્ષ સુધી બેંચ પર બેઠેલા વિજયને આ વખતે ઘણી તકો મળશે. મુરલી વિજય પણ લાંબા સમયથી CSK ની સાથે છે અને આઈપીએલમાં તેની સદી પણ છે. CSK ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની સામે 19 સપ્ટેમ્બરના રોજ હશે.

Published On - 9:43 am, Sat, 12 September 20

Next Article