મેલબોર્નમાં ભારતીય ટીમનો રેકોર્ડ કેવો રહ્યો, જાણો કેટલી મેચમાં મેળવી જીત અને હાર?

પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં (Adelaide) હાર્યા બાદ હવે મેલબોર્ન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે.

મેલબોર્નમાં ભારતીય ટીમનો રેકોર્ડ કેવો રહ્યો, જાણો કેટલી મેચમાં મેળવી જીત અને હાર?
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 23, 2020 | 10:35 PM

પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં (Adelaide) હાર્યા બાદ હવે મેલબોર્ન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ટીમની આગેવાની સંભાળશે. ટીમ ઈન્ડીયા આશા રાખશે કે પહેલી ટેસ્ટમાં મળેલી હારનો હિસાબ સરભર કરતી રમત દાખવે. જોકે વિદેશી ધરતી પર ટેસ્ટ મેચને જીતવી આસાન હોતી નથી. 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં બોક્સિંગ ડે (Boxing Day) ટેસ્ટ મેચ શરુ થનારી છે. જો કે ભારતનો મેલબોર્નમાં રેકોર્ડ (Melbourne’s record) જોઈએ તો એટલો સારો રહ્યો નથી. ભારતે અહીં 13 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી માત્ર ત્રણ જ ટેસ્ટમાં ભારતને જીત મળી છે. ટીમ ઈન્ડીયા અહીં 8 વખત હારી ચુકી છે. જ્યારે બે વાર મેચ બરાબરી પર રહી છે. જો કે કાંગારુઓની ધરતી પર ભારતને પ્રથમ જીત મેલબોર્ન મેદાન પર જ મળી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વર્ષ 2018માં જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત મેળવી હતી, ત્યારે કોહલી અને તેની ટીમે અહીં જ જીત મેળવી હતી. તેમણે 137 રનથી જીત મેળવી હતી. જે મેચમાં જસપ્રિત બુમરાહે 33 રન આપીને છ વિકેટ ઝડપી હતી આ કોઈપણ ભારતીય બોલર માટે અહીં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા 2014માં ભારતીય ટીમ મેલબોર્નમાં ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી. તે સમયે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 530 રનના જવાબમાં 465 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડીયાને મેલબોર્નમાં સૌથી પહેલા 1977માં જીત મળી હતી. આ જીત ભારત માટે ઓસ્ટ્રલિયામાં પ્રથમ ટેસ્ટ જીત હતી. તે જીત બિશન સિંહ બેદીની કેપ્ટનશીપમાં મળી હતી. આ મેચમાં ભારતે 222 રને જીત મેળવી હતી.

ત્યારબાદ 1981માં સુનિલ ગાવાસ્કરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ મેલબોર્નમાં જીત મેળવવા સફળ રહી હતી. જે મેચ ભારતે 59 રને જીતી હતી. ત્યારબાદ મેલબોર્નમાં 1985માં મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ સતત 5 મેચોમાં અહીં હાર સહન કરવી પડી છે. વર્ષ 2014માં ટેસ્ટને ડ્રો કરતાએ સીલસીલો અટક્યો હતો.

મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે 13 ટેસ્ટ મેચ રમાઈ છે, તેમાં ફક્ત બે જ ટીમને લક્ષ્યનો પીછો કરતા જીત મળી શકી છે. બાકીમાં પહેલી બેટીંગ કરનારી ટીમને ફાયદો રહ્યો છે. ભારતે પણ ત્રણ જીત મેળવતી મેચ પણ પ્રથમ બેટીંગ કરતા સફળ રહી શક્યુ હતુ. આવામાં અજીંક્ય રહાણે પણ ઈચ્છા રાખશે કે ટોસ પોતાના પક્ષમાં જ પડે. જેનાથી તેમના નેતૃત્વમાં ભારતીય ટીમ અહીં પાછળના બે પ્રવાસોની જેમ પ્રદર્શન કરવામાં સફળ રહે. જો આમ કરવામાં સફળ રહ્યા તો સીરીઝમાં પણ ભારત બરાબરી કરી શકશે, સાથે જ મેલબોર્ન રેકોર્ડ પણ સુધારી શકાશે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">