VVS લક્ષ્મણ છોડશે સનરાઇઝર્સ હૈદરાબાદનો સાથ, ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રીથી પણ દૂર રહેશે, આ છે મોટું કારણ

|

Nov 14, 2021 | 1:50 PM

VVS લક્ષ્મણ (VVS Laxman) હવે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) કેમ્પમાં જોવા મળશે નહીં. આગામી દિવસોમાં તે કોઈપણ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી કરતો પણ જોવા નહીં મળે. આ બંને માટે એક જ કારણ છે.

VVS લક્ષ્મણ છોડશે સનરાઇઝર્સ હૈદરાબાદનો સાથ, ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રીથી પણ દૂર રહેશે, આ છે મોટું કારણ
VVS લક્ષ્મણ NCAના નવા ચીફ બન્યો

Follow us on

VVS લક્ષ્મણ (VVS Laxman) હવે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) કેમ્પમાં જોવા મળશે નહીં. આગામી દિવસોમાં તે કોઈપણ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી કરતો પણ જોવા નહીં મળે. આ બંને માટે એક જ કારણ છે, તેમને રાહુલ દ્રવિડનું પદ મળ્યું. હા, ભારતીય ક્રિકેટ માટે વેરી વેરી સ્પેશિયલ લક્ષ્મણની જવાબદારી વધી ગઈ છે.

જેના માટે તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)અને કોમેન્ટ્રી બોક્સથી દૂર રહેવું પડશે. ખરેખર, લક્ષ્મણ હવે NCA એટલે કે નેશનલ ક્રિકેટ એકેડમીના નવા વડા બની ગયા છે. રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના કોચ બન્યા બાદ NCAના વડાની ખુરશી ખાલી પડી હતી.

વીવીએસ લક્ષ્મણે આ જવાબદારી સંભાળવાનો અગાઉ ઈન્કાર કરી દીધો હતો. પરંતુ પછી બીસીસીઆઈને સમજાવ્યા બાદ તે રાજી થઈ ગયો અને હવે તેમને NCAના નવા બોસ તરીકે ઓળખવામાં આવશે. બીસીસીઆઈ (BCCI)ના એક ટોચના અધિકારીએ લક્ષ્મણના નેશનલ ક્રિકેટ એકેડમીના વડા બનવાની માહિતી આપી છે. જો કે લક્ષ્મણે હજુ સુધી ચાર્જ સંભાળ્યો નથી. એક જાણીતી સમાચાર સંસ્થા અનુસાર, વીવીએસ લક્ષ્મણ ઈન્ડિયા A ટીમના દક્ષિણ આફ્રિકા (South Africa)પ્રવાસ બાદ કમાન સંભાળી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

લક્ષ્મણને NCA ચીફ બનાવવાનો ફાયદો થશે

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, “લક્ષ્મણ પોતાની શરતો પર NCA પ્રમુખ બનવા માટે સંમત થયા છે. પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ તેમને NCA ચીફ બનાવવા ઉત્સુક હતા. કારણ કે દ્રવિડ અને લક્ષ્મણ વચ્ચે સારી સમજ છે અને તે ટીમ ઈન્ડિયા અને NCA વચ્ચે સેતુનું કામ કરશે. લક્ષ્મણની નિમણૂકના નિયમો અને શરતો પર કામ ચાલી રહ્યું છે. પરંતુ તેઓએ NCA સાથે તેમના વિચારો શેર કરવાનું શરૂ કરી દીધું છે.”

આ પણ વાંચો : T20 world cup 2021ની ફાઈનલ મેચમાં ભારતીય અમ્પાયર મેનન ટીવી અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે

આ પણ વાંચો : Gadchiroli Encounter: 50 લાખનો ઈનામી મિલિંદ તેલતુંબડે થયો ઠાર ! જંગલના ખુણા – ખુણાથી માહીતગાર હતો આ સુશિક્ષિત નક્સલી કમાન્ડર

Next Article