AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadchiroli Encounter: 50 લાખનો ઈનામી મિલિંદ તેલતુંબડે થયો ઠાર ! જંગલના ખુણા – ખુણાથી માહીતગાર હતો આ સુશિક્ષિત નક્સલી કમાન્ડર

પોલીસના જણાવ્યા અનુસાર, નક્સલવાદી કમાન્ડર દીપક (Maoist commander Deepak) સ્પોન્ડિલિટિસથી પીડિત હતો. જેના કારણે તે જંગલમાં ફરતી વખતે બેહોશ થઈ જતો હતો. તેને સુગરની સમસ્યા પણ હતી.

Gadchiroli Encounter: 50 લાખનો ઈનામી મિલિંદ તેલતુંબડે થયો ઠાર ! જંગલના ખુણા - ખુણાથી માહીતગાર હતો આ સુશિક્ષિત નક્સલી કમાન્ડર
Naxali commander deepak teltumbade killed in gadchiroli by maharashtra police
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:23 AM
Share

મહારાષ્ટ્ર પોલીસના (Maharashtra Police) C-60 કમાન્ડોએ આજે ​​ગઢચિરોલીમાં 27 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા નક્સલવાદીઓમાં નક્સલવાદી કમાન્ડર દીપક તેલતુમ્બડે (Deepak Teltumbade) ઉર્ફે મિલિંદનો પણ સમાવેશ થાય છે.

જોકે હજુ સુધી તેના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દીપક સુશિક્ષિત નક્સલવાદી હતો. 18 મેના રોજ, છત્તીસગઢ પોલીસને ગુપ્તચર અધિકારીઓ પાસેથી માહિતી મળી હતી કે દીપક તેલતુમ્બડે મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના જંગલોમાં કેટલાક ગ્રામજનોને મળ્યો હતો. પોલીસે તરત જ દીપકને શોધવા કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ પાછળથી ખબર પડી કે તેને આ માહિતી એક દિવસ મોડી મળી હતી.

નક્સલ કમાન્ડર (Naxali Commander) દીપક તેલતુમ્બડે ઉર્ફે મિલિંદ બાબુરાવ તેલતુમ્બડે માઓવાદીઓનો સૌથી વરિષ્ઠ કાર્યકર્તાઓમાંનો એક હતો. તે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ઝોનના વિશેષ ક્ષેત્ર સચિવ હતો. નક્સલવાદી નેતાને નવો વિસ્તાર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

તેને નક્સલવાદીઓ માટે સરળ માર્ગ અને વરિષ્ઠ નેતાઓ માટે સલામત સ્થળ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દીપક તેલતુમ્બડે માઓવાદીઓ માટે સતત એમએમસી વિસ્તારોની (MMC Zone For Maoist) મુલાકાત લેતો હતો. તેણે MMCના વિસ્તારા દલમ નામના કમાન્ડો યુનિટ માટે લગભગ 200 સ્થાનિકોની ભરતી પણ કરી હતી.

નક્સલવાદી કમાન્ડર દીપક એન્કાઉન્ટરમાં ઠાર 

છત્તીસગઢના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે નક્સલવાદી કમાન્ડર દીપક આ દિવસોમાં MMCની અંદર હ્યુમન ઇન્ટેલિજન્સનાં પ્રશિક્ષણ અને વિકાસના કામમાં વ્યસ્ત હતો. રાજનાંદગાંવના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર શુક્લા, જેઓ દીપક તેલતુમ્બડે પર લાંબા સમયથી નજર રાખી રહ્યા હતા,

તેમણે કહ્યું કે તેલતુમ્બડે મોટાભાગે છત્તીસગઢના મંડલા, રાજનાંદગાંવ અને કવર્ધા જિલ્લાના જંગલોમાં રહેતો હતો. આ વિસ્તાર MMC હેઠળ આવે છે. પોલીસ અધિકારીએ કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી તે મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં પાર્ટીના કાર્યકર્તાઓને મળીને વ્યૂહરચના તૈયાર કરવામાં વ્યસ્ત હતો.

નાગપુરમાં તેનું નેટવર્ક ઘણું સારું હતું. પોલીસને માહિતી મળી હતી કે તે ઓટો રિક્ષાની અંદર મોટાભાગના લોકોને મળ્યો હતો, જેથી કોઈ તેના વિશે જાણી ન શકે.પોલીસના જણાવ્યા અનુસાર, નક્સલવાદી કમાન્ડર દીપકને કોઈ પર વિશ્વાસ નહોતો. 2019માં રાજનાંદગાંવમાં તેની નજીકના નક્સલીએ આત્મસમર્પણ કર્યું હતું. તેની પાસેથી પોલીસને દીપક અને તેના કામ વિશે ઘણી માહિતી મળી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દીપક ખૂબ જ ભણેલો હતો. તેમને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જંગલોની પણ સારી સમજ હતી. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેનુ આંદોલન પ્રભાવિત થયુ હતું.

દીપક જંગલમાં ફરતી વખતે બેહોશ થઈ જતો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, નક્સલવાદી કમાન્ડર દીપક સ્પોન્ડિલાઈટિસથી પીડિત હતો. જેના કારણે તે જંગલમાં ફરતી વખતે બેહોશ થઈ જતો હતો. તેને સુગરની સમસ્યા પણ હતી. તેના જમણા ઘૂંટણની એક વખત સર્જરી પણ થઈ હતી. તે હંમેશા ભારે હથિયારોથી સજ્જ અંગરક્ષકો અને માઓવાદીઓની એક પ્લાટૂન સાથે જ જંગલમાં જતો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 2018માં આત્મસમર્પણ કરનાર વરિષ્ઠ નક્સલવાદી નેતા પહાડ સિંહે જણાવ્યું કે દીપક વિસ્તારના તમામ મોટા નિર્ણયો લેતો હતો. તેણે વર્ષ 2016માં યોજાયેલી બેઠકમાં અમરકંટકને MMCના ‘બેઝ એરિયા’ તરીકે વિકસાવવાની વાત કરી હતી.

આ પણ વાંચો :  Nawab Malik ના જમાઈ સમીર ખાનની મુશ્કેલીઓ વધશે ? NCB એ કોર્ટ પાસેથી વૉઇસ સેમ્પલ લેવા માટેની માંગી પરવાનગી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">