AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: વિરાટ કોહલીના બેટે જે કામ કરી બતાવ્યું તે ICC ઈવેન્ટમાં પાકિસ્તાન સામે કોઈ કરી શક્યું નથી

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ મુશ્કેલ સમયમાં શાનદાર ઈનિંગ રમી હતી.

T20 World Cup: વિરાટ કોહલીના બેટે જે કામ કરી બતાવ્યું તે ICC ઈવેન્ટમાં પાકિસ્તાન સામે કોઈ કરી શક્યું નથી
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 10:03 PM
Share

IND vs PAK, T20 World Cup 2021 : 2 વર્ષ, 4 મહિના અને 8 દિવસ બાદ ફરી એકવાર ભારત-પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ટક્કર થઈ રહી છે.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium)માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે રમાઈ રહેલી આઈસીસી ટી 20 વર્લ્ડ કપ (ICC T20 World Cup)-2021 ની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. ટીમ પાસેથી જે પ્રકારની શરૂઆતની અપેક્ષા હતી, તે મળી નથી. શાહીન શાહ આફ્રિદીએ ટીમના બે મહાન ખેલાડીઓ રોહિત શર્મા અને કેએલ રાહુલ (KL Rahul)ને પેવેલિયનમાં બતાવ્યા. આ પછી, ભારત પર સંકટ આવ્યું અને આ સંકટની ઘડીમાં, કેપ્ટન વિરાટ કોહલીએ ટીમને નૈયા પાર કરાવી હતી.

આ દરમિયાન કોહલી (virat kohli)એ તે પરાક્રમ કર્યું જે અત્યાર સુધી આઈસીસી ઈવેન્ટ્સમાં કોઈ બેટ્સમેન પાકિસ્તાન સામે કરી શક્યો ન હતો. ICC ઈવેન્ટ્સમાં પાકિસ્તાન સામેની આ મેચમાં કોહલીએ પોતાના 500 રન પૂરા કર્યા. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ખેલાડી છે. કોહલી પહેલા કોઈ પણ બેટ્સમેન આઈસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 500 રન બનાવી શક્યો ન હતો, કોહલીએ આ આંકડો પાર કર્યો છે.

કોહલીએ આ મેચમાં 57 રનની ઈનિંગ રમી હતી અને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાની ઇનિંગમાં 49 બોલનો સામનો કર્યો અને પાંચ ચોગ્ગા સાથે એક સિક્સર ફટકારી હતી.

વર્લ્ડ કપમાં સૌથી વધુ 50

વિરાટ કોહલી (virat kohli)એ આ મેચમાં પોતાની અડધી સદી પૂરી કરતાની સાથે જ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે ટી 20 વર્લ્ડ કપમાં સૌથી વધુ અર્ધસદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો હતો. ટી 20 વર્લ્ડ કપમાં કોહલીની આ 10 મી અર્ધશતક છે. આ કિસ્સામાં તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલને પાછળ છોડી દીધો. ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ગેલના નામે 9 અડધી સદી છે. આ બંને બાદ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેનું નામ આવે છે.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના બોલરોએ તેમના કેપ્ટનને નિરાશ કર્યા નથી. ખાસ કરીને શાહીન શાહ આફ્રિદી. આફ્રિદીએ અનુભવી બેટ્સમેન રોહિત શર્માને પ્રથમ ઓવરના ચોથા બોલ પર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો.  ત્રીજી ઓવર લાવનાર આફ્રિદીએ આઈપીએલ (IPL) ધુમ મચાવનાર બેટ્સમેન કેએલ રાહુલને પોતાનો શિકાર બનાવ્યો હતો. રાહુલ આફ્રિદીના બોલ પર આઉટ થયો હતો.

આ દરમિયાન કોહલી (virat kohli) મેદાનમાં ઉતર્યો હતો. તેને આશા હતી કે, સૂર્યકુમાર યાદવ તેને સાથ આપશે પરંતુ 11 રન બનાવીને યાદવ હસન અલીના બોલ પર આઉટ થયો હતો. કોહલીને રિષભ પંતનો સાથ મળ્યો. બંનેએ 53 રનની ભાગીદારી કરી. અડધી સદી તરફ આગળ વધતા, પંત 39 રનના વ્યક્તિગત સ્કોર પર શાદાબ ખાનના પોતાના બોલ પર કેચ પકડ્યો હતો.ભારતે પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો છે.

આ પણ વાંચો : IND vs PAK, T20 World Cup 2021: રિષભ પંત ફોર્મમાં આવ્યા બાદ વિકેટ ગુમાવી, દબાણમાંથી બહાર લાવતી શાનદાર રમત દર્શાવી

g clip-path="url(#clip0_868_265)">