AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK, T20 World Cup 2021: રિષભ પંત ફોર્મમાં આવ્યા બાદ વિકેટ ગુમાવી, દબાણમાંથી બહાર લાવતી શાનદાર રમત દર્શાવી

ભારતીય ટીમ (Team India) ની શરુઆત ખરાબ રહી હતી. પ્રથમ વિકેટ 1 રનના સ્કોર પર અને બીજી વિકેટ 6 રનના સ્કોર પર ગૂમાવી હતી.

IND vs PAK, T20 World Cup 2021: રિષભ પંત ફોર્મમાં આવ્યા બાદ વિકેટ ગુમાવી, દબાણમાંથી બહાર લાવતી શાનદાર રમત દર્શાવી
Rishabh Pant
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 8:54 PM
Share

ભારતીય ટીમે રિષભ પંત (Rishabh Pant) ની વિકેટ પણ ગુમાવી દીધી છે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની મહત્વની મેચમાં ભારતીય ટીમે એક બાદ એક ઝડપ થી વિકેટ ગુમાવી છે. આ દરમ્યાન ભારતની સ્થિતીને રિષભ પંત અને વિરાટ કોહલી (Virat Kohli) એ સંભાળી લીધી હતી. ત્યાં જ પંતની વિકેટ ગુમાવી દીધી છે. પંત અને કોહલીએ ભારતીય ટીમ પર ના દબાણની સ્થિતી હળવી કરતી રમત રમી હતી અને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ.

રિષભ પંતે 30 બોલની રમત રમી હતી. તેણે 39 રન કર્યા હતા. પંતે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની આ રમતે ભારતીય ફેન્સના ઉંચા થયેલા શ્વાસને રાહત આપી હતી. તે લયમાં હતો અને એ દરમ્યાન જ તે શાદાબ ખાનના બોલને ફટકારવા જતા તે બોલ હવામાં ઉંચો ગયો હતો. જેને શાદાબ ખાને આરામ થી ઝડપી લીધો હતો અને આમ પંતની શાનદાર ઇનીંગનો અંત થયો હતો અને ભારતીય ચાહકોમાં નિરાશા છવાઇ હતી.

g clip-path="url(#clip0_868_265)">