રાષ્ટ્રધ્વજ માટે નહીં રમી શકે ભારતીય રેસલર્સ ? દુનિયાના સૌથી મોટા સંગઠન એ આપી ધમકી

Wrestlers Protest : જો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ WFIને સસ્પેંડ કરશે તો ભારતીય રેસલર્સ એ આવનારી તમામ મેચ ન્યૂટ્ર્લ ઝંડા સાથે રમવું પડશે. કોઈ પણ ભારતીય ખેલાડીઓ વર્લ્ડ રેસલિંગ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લઈ શકશે નહીં.

રાષ્ટ્રધ્વજ માટે નહીં રમી શકે ભારતીય રેસલર્સ ? દુનિયાના સૌથી મોટા સંગઠન એ આપી ધમકી
United World Wrestling
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 5:06 PM

Delhi : સરહદ પર તૈનાત દરેક સૈનિક ભારત માતાની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં નાખતો હોય છે. દુનિયામાં યોજાતી અલગ અલગ સ્પોર્ટસ ટુર્નામેન્ટમાં ભાગ લેતા ભારતીય ખેલાડીઓ તિરંગાની શાન માટે મહેનત કરીને મેડલ જીતતા હોય છે. પણ આવનારા સમયમાં ભારતીય રેસલર્સ તિરંગા વગર વર્લ્ડ રેસલિંગ ટુર્નામેન્ટસમાં ઉતરી શકે છે. રેસલિંગના સૌથી મોટા સંગઠન UWW એ એક નિવેદન બહાર પાડીને ભારતને ખુલ્લી ધમકી આપી છે.

છેલ્લા 1 મહિનાથી ભારતીય રેસલર્સ ભારતીય રેસલિંગ સંઘ વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય રેસલર્સની આ હાલતને કારણે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ સંગઠન એ ભારતને પ્રતિબંધની ધમકી આપી છે. UWWએ જણાવ્યું છે કે આવનારા 45 દિવસમાં ભારતીય કુશ્તી મહાસંઘની ચુંટણી નહીં થાય તો WFIને આગળની ટુર્નામેન્ટ માટે સસ્પેંડ કરવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ WFIને સસ્પેંડ કરશે તો ભારતીય રેસલર્સ એ આવનારી તમામ મેચ ન્યૂટ્ર્લ ઝંડા સાથે રમવું પડશે. કોઈ પણ ભારતીય ખેલાડીઓ વર્લ્ડ રેસલિંગ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લઈ શકશે નહીં.

આ પણ વાંચો : Breaking News: Wrestlers Protest- કુસ્તીબાજોએ ગંગામાં મેડલ પધરાવવાનું મોકૂફ રાખ્યુ, આગેવાનોની સમજાવટ બાદ લીધો નિર્ણય

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ સંગઠનની ખુલ્લી ધમકી

જણાવી દઈએ કે દિલ્હીના જંતર-મંતર પર પોતાની માંગણીઓ માટે એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા આ રેસલર્સ 28 મેના રોજ સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસે તેને બેરિકેડ તોડવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. રેસલર્સ સામે ઘણી ગંભીર કલમો લગાવવામાં આવી છે. આનાથી દુઃખી થયેલા રેસલર્સ એ મંગળવારે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં ગંગા નદીમાં મેડલ ફેંકવાનું નક્કી કર્યું હતુ.

આ પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ, કારણ કે તે ગંગા મા છે.” આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ, એટલી જ પવિત્રતાથી આપણે આ મેડલ સખત મહેનત કરીને હાંસલ કર્યા હતા.

આ પણ વાંચો : Wrestlers Protest: ગંગામાં મેડલ વહેવડાવવા પર બ્રિજભૂષણે કહ્યું, મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો જુઓ Video

રેસલર્સએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે તમે બધાએ જોયું કે 28 મેના રોજ શું થયું, પોલીસે અમારી સાથે કેવું વર્તન કર્યું? કેટલી નિર્દયતાથી અમારી ધરપકડ કરવામાં આવી. અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. અમારા આંદોલનના સ્થળે પણ પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને અમારી પાસેથી વસ્તુઓ છીનવી લેવામાં આવી હતી અને બીજા દિવસે ગંભીર કેસમાં અમારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">