AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wrestlers Protest: પ્રદર્શન કરી રહેલા રેસલર્સે સ્મૃતિ ઈરાની સહિત 41 મહિલા સાંસદોને લખ્યો પત્ર, જાણો શું લખ્યું હતું પત્રમાં

આજે રેસલર્સે ભાજપની તમામ મહિલા સાંસદોને પત્ર લખ્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને નિર્મલા સીતારમણ સહિત બીજેપીની અન્ય 41 મહિલા નેતાઓને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે.

Wrestlers Protest: પ્રદર્શન કરી રહેલા રેસલર્સે સ્મૃતિ ઈરાની સહિત 41 મહિલા સાંસદોને લખ્યો પત્ર, જાણો શું લખ્યું હતું પત્રમાં
Wrestlers Protest
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 10:39 PM
Share

દિલ્હીના જંતર-મંતર પર રેસલર્સના ધરણા ચાલી રહ્યા છે. તેમણે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા કુસ્તી મહાસંઘના સમગ્ર બોડીના વિસર્જનને તેની પ્રથમ જીત ગણાવી હતી. બજરંગ પુનિયાનું કહેવું છે કે, તે તેના સાથીદારોને પત્ર લખી રહ્યો છે. ધરણા પર બેસીને 22 દિવસ વીતી ગયા અને તેના સાથીઓ ત્યાં પહોંચ્યા નથી. તેમને લાગે છે કે અવાજ તેમના સુધી પહોંચતો નથી.

સાક્ષી મલિકે કહ્યું છે કે, તે આખા દેશની સામે બોલી રહી છે કે બ્રિજભૂષણ શરણ સિંહ એક અપરાધી છે. તમામ મહિલાઓએ જંતર-મંતર પર આવવું જોઈએ. આ સિવાય લોકોએ પોતપોતાના ઘરો અને જિલ્લા મુખ્યાલયોમાં જવું જોઈએ, જ્યાં તેઓએ મેમોરેન્ડમ સબમિટ કરવું જોઈએ અને સત્યાગ્રહ ચળવળમાં જોડાવું જોઈએ. દરેક વ્યક્તિ જેટલો સાથ આપી રહ્યા છે, એક છોકરી હોવાને કારણે અમે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ.

આજે રેસલર્સે ભાજપની તમામ મહિલા સાંસદોને પત્ર લખ્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને નિર્મલા સીતારમણ સહિત બીજેપીની અન્ય 41 મહિલા નેતાઓને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે.

પત્રમાં શું લખ્યુ હતુ ?

રેસલર્સે પત્રમાં લખ્યું છે કે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ દ્વારા ભારતની મહિલા રેસલરોનું યૌન શોષણ કરવામાં આવ્યું છે. ફેડરેશનના પ્રમુખ તરીકેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન તેમણે રેસલર્સનું અનેકવાર જાતીય શોષણ કર્યું હતું. કેટલીકવાર રેસલર્સેએ પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની શક્તિએ રેસલર્સનું ભવિષ્ય બગાડ્યું. હવે જ્યારે પાણી અમારા નાક ઉપર છે, ત્યારે અમારી પાસે મહિલા રેસલર્સના ગૌરવ માટે લડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

રેસલર્સે એ તેમની પ્રતિષ્ઠા માટે લડવાનું નક્કી કર્યું

રેસલર્સ એ ભાજપની મહિલા સાંસદોને કહ્યું છે કે, તેઓએ પોતાનું જીવન અને રમત-ગમતને બાજુ પર મૂકીને ગૌરવ માટે લડવાનું નક્કી કર્યું છે. જંતર-મંતર પર છેલ્લા 20 દિવસથી ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે. રેસલર્સના મતે તેની શક્તિએ માત્ર વહીવટીતંત્રની કમર તોડી નથી પરંતુ સરકારને પણ બહેરી અને આંધળી બનાવી દીધી છે.

બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત દેશના ટોચના રેસલર્સ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમને ખેડૂતોનું સમર્થન પણ મળ્યું છે. મહિલા રેસલર્સની કથિત જાતીય સતામણીના આરોપમાં બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરવા માટે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

રમત ગમત ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">