AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુએસ ઓપન 2020: ભારતીય સ્ટાર સુમિત નાગલ સાથે મેચ રમતી વખતે ઓસ્ટ્રિયન ડોમિનિક થાઇમ ગુસ્સે ભરાયો

ગત ગુરુવારે યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં ભારતના સુમિત નાગલ સામે રમી રહ્યો હતો ત્યારે વિશ્વનો ત્રીજો નંબરનો ખેલાડી ડોમિનિક થાઇમ ગુસ્સે થયો હતો. મેચ અધિકારીએ તેને કેનના બદલે કપમાં એનર્જી ડ્રિંક રેડ બુલ પીવા કહ્યું હતુ. મેચ અધિકારીએ કહ્યું કે રેડ બુલ પ્રાયોજક કારણોસર કોર્ટમાં આવી શકશે નહીં અને એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું […]

યુએસ ઓપન 2020: ભારતીય સ્ટાર સુમિત નાગલ સાથે મેચ રમતી વખતે ઓસ્ટ્રિયન ડોમિનિક થાઇમ ગુસ્સે ભરાયો
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 06, 2020 | 4:02 AM
Share

ગત ગુરુવારે યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં ભારતના સુમિત નાગલ સામે રમી રહ્યો હતો ત્યારે વિશ્વનો ત્રીજો નંબરનો ખેલાડી ડોમિનિક થાઇમ ગુસ્સે થયો હતો. મેચ અધિકારીએ તેને કેનના બદલે કપમાં એનર્જી ડ્રિંક રેડ બુલ પીવા કહ્યું હતુ. મેચ અધિકારીએ કહ્યું કે રેડ બુલ પ્રાયોજક કારણોસર કોર્ટમાં આવી શકશે નહીં અને એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું કે આ ડ્રીંકસને કપમાં નાખીને થિમને આપવામાં આવે.

Sumit Nagal

આ ઘટના ક્રમ બાદ વચ્ચેના સેટમાં થાઇમ એમ કહેતા સાંભળવામાં આવ્યો, ‘મને પ્લેન કપ આપો. હું તેને કોઈક રીતે ઢાંકીને કપમાં ભરી લઇશ. એક બાજુ તમે લોકો ડોપિંગના નિયમો અંગે ખૂબ જ કડકાઇ કરો છો અને બીજી બાજુ તમે એમ ઇચ્છો છો કે હું રેડ બુલ કેન બહાર મોકલુ અને તમે મને તે કપમાં આપી દો એમ, આ શું છે?  પ્લેન કપ લાવો અને તેમાં ભરી દો.

DOMINIC THIEM

ત્યારબાદ ડ્રીંક્સ કેનને બહાર કરી દેવામાં આવ્યુ અને તેણે કપમાં પીણું ભરી દીધુ હતુ. થિમે પાછળથી કહ્યું કે તે નથી ઇચ્છતો કે રેડ બુલને પોતાની નજરો થી દુર કરીને કપમાં નાખવામાં આવે.  આ ઓસ્ટ્રિયન ખેલાડીએ કહ્યું, ‘તેઓ ઇચ્છતા હતા કે તે ખુલ્લા કેન સાથે બહાર જાય અને મને બતાવ્યા વિના જ કપમાં પીણું ભરવામાં આવે. આ વાતે મને પરેશાન કર્યો છે કારણ કે ડોપિંગ વિરોધી નિયમો ખૂબ કડક છે જેથી હું કેનને મારી નજરથી દૂર કરવા માંગતો ન હતો. સામાન્ય રીતે આ દિવસોમાં તદ્દન કડક નિયમો છે. તેઓ ઇચ્છતા હતા કે ડ્રીકસ ને મારી નજર થી દુર રાખીને કેનમાંથી ડ્રીંક્સને નિકાળીને કપમાં ભરવા માંગતા હતા, આ વાત થી હું પરેશાન થઇ ગયો હતો. જોકે થીમની આ પરેશાની ભરી અકળામણ હવે ચર્ચાનુ કેન્દ્ર બની છે. કારણ કે તેની રમત અને તેની સાથે જોડાયેલી તમામ બાબતોને લઇને તે ઝીણવટતા દાખવે છે અને એટલે જ તો તે ગુસ્સે થવાની ચર્ચા પણ સામે આવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">