AHMEDABAD : 25 વર્ષનો યુવક નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર બની પૈસા પડાવવા ગયો, એક ભૂલના કારણે ભાંડો ફૂટી ગયો
25 વર્ષના યુવાન રાજવીરસિંહ ઉર્ફે રાજભા ઝાલાએ નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર બનીને બળાત્કારના ગુનાના આરોપી જીતના પરિવાર પાસે FIR ન થવા દેવા દોઢ લાખ રૂપિયા માંગ્યા હતા અને 15 હજાર રૂપિયા પડાવ્યા હતા.
AHMEDABAD : આજકલ ઘણા બેકાર યુવકો આવક મેળવવા માટે ગમે તેવા રસ્તે ચડી જાય છે અને અંતે ગુનાહિત કૃત્ય કરી બેસે છે.આવા યુવકો મહેનત કર્યા વગર નાણા કમાવવાની લાલચે શોર્ટકટ રસ્તા શોધે છે, પણ પોતાની કોઈને કોઈ ભૂલના કારણે તેનો ભાંડો ફૂટી જ જાય છે. આવો જ એક બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં આશરે 25 વર્ષની ઉંમરનો એક યુવાન નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર બની પૈસા પડાવવા ગયો,પણ પોતાની એક ભૂલને કારણે પકડાઈ ગયો.
આશરે 25 વર્ષનો યુવાન બન્યો નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર આશરે 25 વર્ષનો યુવાન રાજવીરસિંહ ઉર્ફે રાજભા ઝાલા છેલ્લા ઘણા સમયથી નરોડામાં આવેલી સહજાનંદ પાર્ક સોસાયટીમાં રહે છે અને બેકાર છે. પણ ઘણા સમયથી તે અનેક પોલીસકર્મીઓનો મિત્ર બનીને ફરે છે. તાજેતરમાં તેના ધ્યાને એક કિસ્સો આવ્યો હતો. એક યુવતી સાથે તેના પ્રેમીએ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આરોપી રાજભા બળાત્કારના ગુનાના આરોપી જીતના ઘરે પહોંચી ગયો. ત્યાં જઈ જીતના પરિવારને પોતે આઈબી ઓફિસર છે તેમ કહી આ મામલે તે કઈ નહિ થવા દે તેમ કહી આ મામલે તેણે 15 હજાર પણ પડાવી લીધા.
FIR થતા બળાત્કારના આરોપીની ધરપકડ 25 વર્ષના યુવાન રાજવીરસિંહ ઉર્ફે રાજભા ઝાલાએ નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર બનીને બળાત્કારના ગુનાના આરોપી જીતના પરિવાર પાસે FIR ન થવા દેવા દોઢ લાખ રૂપિયા માંગ્યા હતા અને 15 હજાર રૂપિયા પડાવ્યા હતા. પણ બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ તેના પ્રેમી જીત સામે બળાત્કારની ફરિયાદ નોધાવતા જીતની ધરપકડ થઇ હતી. જીતની ધરપકડ થતા જ નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર બનેલા રાજવીરસિંહ ઉર્ફે રાજભા ઝાલાનો પણ ભાંડો ફૂટી ગયો.
નકલી ઈન્ટેલીજન્સ ઓફિસરનો ભાંડો ફૂટ્યો બળાત્કારનો આરોપી જીત પકડાઈ જતા નકલી ઈન્ટેલીજન્સ ઓફિસરનો ભાંડો ફૂટ્યો હતો. આ નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર રાજવીરસિંહ ઉર્ફે રાજભા ઝાલા વાતચીત દરમિયાન FIR ને બદલે FRI બોલતો હતો. જેથી જીતના પરિવારને શંકા જતા જીતની માતાએ તેની પાસે આઈકાર્ડ માંગ્યું અને સમગ્ર બાબતનો ભાંડો ફૂટી ગયો. જીતની માતાએ પોલીસને સમગ્ર હકીકતની જાણ કરી રાજભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. પોલીસે નકલી પોલીસ ઓફિસર રાજભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની પણ ધરપકડ કરી હતી.
આરોપી મૂળ નરોડામાં રહે છે અને પોલીસ મિત્રો સાથે ઉઠક બેઠક હોવાથી તે પોલીસનો રોફ ઝાડવા ગયો અને પૈસા પડાવવા ગયો પણ સફળ ન થયો. ડ્રેસ વગર પોતાની ઓળખ કેમની આપવી જેનાથી પકડાઈ ન જવાય તેમ માની તે ઇન્ટેલિજન્સ ઓફિસર બની ગયો પણ છતાંય એક શબ્દ પરથી તેનો ભાંડો તો ફૂટી જ ગયો.આરોપી છેલ્લા કેટલા સમયથી આ રીતે નકલી પોલીસ વાળો બનીને ફરતો હતો અને કેટલા લોકો પાસેથી આ રીતે તેણે પૈસા પડાવ્યા છે હવે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.