GANDHINAGAR : વતનપ્રેમ યોજનામાં ગુજરાત સરકાર 1 હજાર કરોડ ખર્ચશે, જાણો આ યોજના વિશે

Vatanprem Yojana : 7 ઓગષ્ટે દેશના ગૃહપ્રધાન તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી રાજ્ય સરકારની આ વતનપ્રેમ યોજનાની શરૂઆત કરાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 4:39 PM

GANDHINAGAR : ગુજરાત સરકાર વતનપ્રેમ યોજના હેઠળ 1 હજાર કરોડ રૂપિયા ખર્ચશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના હેઠળ 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા અને સુખાકારીના કામો હાથ ધરશે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મુખ્યપ્રધાનપદે પાંચ વર્ષ પૂર્ણ થતા ગત મહીને 1 થી 9 ઓગષ્ટ સુધી જનસુખાકારીના કાર્યકમોના લોકાર્પણ, શુભારંભ અને શિલાન્યાસ કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમોમાં 7 ઓગષ્ટે દેશના ગૃહપ્રધાન તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી રાજ્ય સરકારની આ વતનપ્રેમ યોજનાની શરૂઆત કરાવી હતી.

વતનપ્રેમ યોજના અંતર્ગત રાજ્યમાં દાતાઓની 60 ટકા રકમ અને રાજ્ય સરકારની 40 ટકા રકમથી વિકાસના કામો કરવામાં આવશે.વતન પ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં શાળાના ઓરડા, સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ કેન્દ્ર, શાળાનું મકાન અને સાધનો, CCTV કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ, પાણીના ટ્યુબવેલ અને કૂવાની પાણીની ટાંકીમાં મોટર ચલાવવાના કામો કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં વેક્સિનેશન, વરસાદ કે રાજપરિવારની મિલકતના વિવાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં

આ પણ વાંચો : AHMEDABAD : 25 વર્ષનો યુવક નકલી ઈન્ટેલીજન્સ ઓફિસર બની પૈસા પડાવવા ગયો, એક ભૂલના કારણે ભાંડો ફૂટી ગયો

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">