IND vs ENG: અશ્વિનને બહાર રાખવાને લઈને વિવાદ વકર્યો, કોહલીએ કરેલી સ્પષ્ટતા દિગ્ગજોના ગળે ના ઉતરી, ઉલ્ટાનું ‘પાગલપન’ કહી સંભળાવ્યુ!
આર અશ્વિન (R Ashwin) ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં રમ્યો હતો. પરંતુ ત્યારબાદ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તે બહાર બેસી રહ્યો છે. ટીમે મેનેજમેન્ટ તેનામાં ભરોસો જ નથી દર્શાવી રહ્યુ.
રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તે બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. એક ફોટામાં તે કવર ડ્રાઈવ રમી રહ્યો હતો, જ્યારે બીજામાં તે બોલ છોડવાની પોઝિશનમાં હતો. આ દરમિયાન તે ડાબા હાથથી રમતો જોવા મળ્યો હતો. કેપ્શનમાં તેણે લખ્યું, ‘દરરોજ કંઈક અલગ કરવાની ઈચ્છા ક્યારેય સમાપ્ત થતી નથી.’ પરંતુ ઈંગ્લેન્ડના વર્તમાન પ્રવાસમાં તેની સાથે કંઈ અલગ નથી થઈ રહ્યું.
તે પ્રથમ ત્રણ ટેસ્ટમાં પણ પ્લેઈંગ ઈલેવનની બહાર હતો અને ચોથી ટેસ્ટમાં પણ તેની સાથે આવું જ થયું હતું. ઓવલ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં પણ ભારત માટે ચોથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલરનું નામ પ્લેઈંગ ઈલેવનમાં નથી. ત્રણ ટેસ્ટમાં બે વિકેટ લેનાર રવિન્દ્ર જાડેજા પર ફરી ભરોસો કરવામાં આવ્યો હતો.
કોહલીએ જાડેજાને ટીમમાં રાખવા વિશે કહ્યું અમને લાગ્યું કે જાડેજા ઈંગ્લેન્ડના બેટ્સમેનોના હિસાબે સારો વિકલ્પ હશે. કારણ કે અમારા બધા ઝડપી બોલરો ઓવર ધ વિકેટ બોલિંગ કરે છે. જેનાથી ડાબા હાથના બેટ્સમેનોની સામે એક જગ્યા બને છે. મને લાગે છે કે તે મેચમાં અમારી ટીમમાં સારી રીતે ફિટ છે. તે જ સમયે તે અમને બેટ સાથે પણ સંતુલન આપે છે.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને કહ્યું, બ્રિટનમાં ચાર ટેસ્ટ મેચ દરમિયાન અશ્વિનની પસંદગી નહીં કરવી એ સૌથી મોટી નોન-સિલેકશન છે. 413 ટેસ્ટ વિકેટ અને પાંચ ટેસ્ટ સદી !!! ગાંડપણ.’
The non selection of @ashwinravi99 has to be greatest NON selection we have ever witnessed across 4 Tests in the UK !!! 413 Test wickets & 5 Test 100s !!!! #ENGvIND Madness …
— Michael Vaughan (@MichaelVaughan) September 2, 2021
માર્ક વોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્ક વોનો પણ આવો જ વિચાર હતો. તેમણે વોનના ટ્વીટના જવાબમાં લખ્યું, આશ્ચર્ય થયું કે ભારતીય થિંક ટેન્ક પાસે આ વિશે કોઈ જાણકારી છે પણ ખરી.
Makes you wonder if the Indian think tank have any clue.#unfathomable
— Mark Waugh (@juniorwaugh349) September 2, 2021
ભારતના એક પૂર્વ ક્રિકેટરે મીડિયા રીપોર્ટમાં વાતચીતમાં આવી જ વાત કહી. તેણે કહ્યું શું તેમણે એમ કહ્યુ કે રવિન્દ્ર જાડેજા ચાર ડાબા હાથના બેટ્સમેનોની સામે અશ્વિન કરતા સારો છે? તેમણે કહ્યું કે ઝડપી બોલરોની ઓવર ધ વિકેટ બોલીંગ કરવાથી ફૂટમાર્ક બનશે. સારી વાત છે. પરંતુ જાડેજા બોલ જ્યા બોલ નાંખે છે તે લાઈન તો જુઓ. તે પછી પણ તમને વિશ્વાસ છે કે તમે જડ્ડુને એટલા રન આપશો કે તે ચોથા કે પાંચમા દિવસે તે ફૂટમાર્કનો ઉપયોગ કરી શકશે?