AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: એક વર્ષ બાદ ટેસ્ટ રમવા મેદાને પરત આવેલા ખેલાડીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં જ બનાવ્યો પોતાનો શિકાર

ઓવલ ટેસ્ટ (Oval Test) મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) પ્રથમ ટોસ જીતીને ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. બંને ટીમોએ આ મેચ માટે બે-બે પરિવર્તન કર્યા હતા.

IND vs ENG: એક વર્ષ બાદ ટેસ્ટ રમવા મેદાને પરત આવેલા ખેલાડીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં જ બનાવ્યો પોતાનો શિકાર
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:02 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચોથી ટેસ્ટમાં રોહિત શર્મા (Rohit Sharma) મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. તે સસ્તામાં આઉટ થયો હતો. રોહિત શર્માએ 11 રન બનાવ્યા હતા. તે એક વર્ષ બાદ ટેસ્ટ મેચ રમી રહેલા ક્રિસ વોક્સ (Chris Woakes)નો શિકાર બન્યો હતો. તેનો સ્વિંગ થતો બોલ રોહિતના બેટની ધાર લઈ ગયો અને વિકેટકીપર જોની બેયરસ્ટો પાસે કેચ થઈ ગયો હતો.

આઉટ થતા પહેલા રોહિત શર્માએ કેએલ રાહુલ (KL Rahul) સાથે મળીને જેમ્સ એન્ડરસનના પહેલા સ્પેલનો સારી રીતે સામનો કર્યો હતો. પ્રથમ સાત ઓવરમાં ભારત માટે 28 રન ઉમેર્યા હતા. આમાંથી 20 રન એન્ડરસનની ઓવરમાં આવ્યા હતા. પરંતુ વોક્સ આવ્યો કે તરત જ ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા મળી હતી. એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં આવેલા આ ઝડપી બોલરે પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હતી.

અગાઉ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. તેણે મોહમ્મદ શામી અને ઈશાંત શર્માની જગ્યાએ શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવને સામેલ કર્યા હતા. ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કર્યો હતો.

ક્રિસ વોક્સ અને ઓલી પોપની જગ્યાએ જોસ બટલર અને સેમ કરન ટીમમાં આવ્યા છે. અત્યાર સુધી બંને ટીમો પાંચ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે. વોક્સે છેલ્લે ગત વર્ષે ઓગસ્ટમાં શ્રીલંકા સામે ટેસ્ટ રમી હતી. જે બાદ તે ઈજાને કારણે ટીમની બહાર હતો. પરંતુ હવે તે મજબૂત રીતે પાછો આવ્યો છે.

2018માં પણ ભારતીય ટીમને પરેશાન કર્યા હતા

તેણે 2018માં ભારતના છેલ્લા પ્રવાસ દરમિયાન એક અદભૂત રમત પણ દર્શાવી હતી. ત્યારબાદ તેણે વિકેટ લેવાની સાથે સદી પણ ફટકારી હતી. ત્યારબાદ તેણે બે ટેસ્ટમાં આઠ વિકેટ લીધી અને 149 રન બનાવ્યા. જેમાં લોર્ડ્સ ટેસ્ટમાં અણનમ 137 રનનો સમાવેશ થાય છે. વોક્સે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી 39 ટેસ્ટ રમી છે અને 113 વિકેટ લીધી છે. તેણે 1,321 રન પણ બનાવ્યા છે.

વિકેટકીપરના હાથમાં પ્રથમવાર ઝડપાયો રોહિત શર્મા

ઓપનર રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વખત વિકેટકીપરના હાથે કેચ થયો છે. પ્રથમ ત્રણ ટેસ્ટમાં એક પણ વખત તે આ રીતે આઉટ થયો ન હતો. વર્તમાન શ્રેણીમાં અત્યાર સુધી ઈંગ્લેન્ડના વિકેટકીપરે કુલ 18 કેચ પકડ્યા છે. એટલે કે રોહિત શર્મા પહેલા 18 ભારતીય બેટ્સમેનો કીપરના હાથે કેચ ઝડપાયા હતા.

આ પણ વાંચોઃ Sidharth Shukla dies: સિદ્ધાર્થ શુક્લા એક સારા ફુટબોલર પણ હતા, આ પ્રખ્યાત ફૂટબોલ ક્લબ સામે રમ્યા પણ હતા

આ પણ વાંચોઃ  IND vs ENG 4th Test Day 1 Live: કેપ્ટન વિરાટ કોહલીએ ગુમાવી વિકેટ, ભારતે 5 મી વિકેટ ગુમાવતા મુશ્કેલ સ્થિતી સર્જાઇ

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">