Tokyo Paralympics 2020:બેડમિન્ટનમાં ભારતની બલ્લે બલ્લે ! પ્રમોદ ભગતે સિલ્વર મેડલ પાક્કો કર્યો ગોલ્ડ મેડલની આશા

પ્રમોદ ભગતે સેમીફાઇનલમાં જાપાનના શટલરને હરાવી ફાઇનલની ટિકિટ મેળવી હતી. તેણે જાપાનના શટલર ફુજીહારાને સીધી ગેમમાં 21-11, 21-16થી હાર આપી હતી.

Tokyo Paralympics 2020:બેડમિન્ટનમાં ભારતની બલ્લે બલ્લે ! પ્રમોદ ભગતે સિલ્વર મેડલ પાક્કો કર્યો ગોલ્ડ મેડલની આશા
tokyo paralympics 2020 badminton mens singles sl3 pramod bhagat moves into final confirmed silver medal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 8:37 AM

Tokyo Paralympics 2020:શૂટિંગ અને એથ્લેટિક્સ ઇવેન્ટ બાદ હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું બેડમિન્ટનમાં શાનદાન પ્રદર્શ જોવા મળી રહ્યું છે. બેડમિન્ટન સ્પર્ધા (Badminton competition)માં ભારતનો પ્રથમ મેડલ કન્ફર્મ થયો છે. ભારતના સ્ટાર પેરા-શટલર પ્રમોદ ભગતે (Pramod Bhagat) ફાઇનલની ટિકિટ સાથે દેશ માટે સિલ્વર મેડલ પાક્કો કર્યો છે.

પરંતુ જો તેઓ ફાઇનલ જીતી લે છે, તો સિલ્વર મેડલનો રંગ પણ ગોલ્ડ થઈ શકે છે. વિશ્વના નંબર વન પ્રમોદ ભગતે સેમીફાઇનલમાં જાપાનના શટલરને હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી. તેણે જાપાની શટલર ફુજીહારા ( Fujihara)ને સીધી ગેમમાં 21-11, 21-16થી હાર આપી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રમોદ ભગત તેણે બંને રમતોની શરૂઆતમાં જાપાની શટલર સામે સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ પછી તેણે મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું અને તેને જીત મેળવી હતી. પ્રમોદ ફાઇનલમાં પહોંચતાની સાથે જ ભારતનો 14 મો મેડલ પણ કન્ફર્મ થયો છે.

જો કે, ભારત માટે અન્ય બેડમિન્ટન કોર્ટ તરફથી સારા સમાચાર આવ્યા નથી કારણ કે પેરા શટલર મનોજ સરકારનું પ્રદર્શન પ્રમોદ ભગત જેવું મજબૂત નહોતું. સેમિફાઇનલ મેચમાં ભારતના મનોજ સરકારને ગ્રેટ બ્રિટનના શટલરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, સેમીફાઈનલમાં હારવાનો અર્થ એ નથી કે મનોજ સરકારની મેડલ જીતવાની આશાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. અલબત્ત, તે પ્રમોદ ભગતની જેમ ગોલ્ડ મેડલ (Gold medal)જીતવાની રેસમાં નહોતો, પણ હવે તેને બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળશે.

ગોલ્ડ મેડલ મેચમાં પ્રમોદ ભગતનો સામનો હવે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલ સાથે થશે, જેમણે મનોજ સરકારને હાર આપી હતી. બ્રોન્ઝ મેડલ મેચમાં મનોજ સરકાર પ્રમોદ ભગત સામે હારી ગયેલા જાપાનીઝ શટલર સાથે સ્પર્ધા કરશે.

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં  શુક્રવારના રોજ ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું. હરવિંદર સિંહે (Harvinder Singh)આર્ચરીમાં ભારત માટે 13 મો મેડલ જીત્યો છે. આ રમતોમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય તીરંદાજ છે. તેણે શૂટ-ઓફમાં પહોંચી બ્રોન્ઝ મેડલ (Bronze medal)મેચમાં કોરિયાના ખેલાડીને 6-5થી હરાવ્યો હતો.

આ પહેલા શુક્રવારે પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શૂટર અવની લેખરા (Avni Lekhra)એ મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન SH1 માં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો : Tokyo Paralympics હરવિંદર સિંહે આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો,ભારતને મળ્યો 13મો મેડલ

આ પણ વાંચો : Tokyo Paralympics : ‘દેશને બંને ખેલાડીઓ પર ગર્વ છે’, PM મોદીએ દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જર સાથે ફોન પર કરી વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">